અકસ્માત:ગાના રેલ્વે ફાટક પાસે બે બાઈક અથડાતા નાપાનો યુવાન ઘાયલ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના નાપા-વાંટા ગામના ચોપાટા મહોલ્લામાં સકીલ અહેમદ સલીમખાન રાણા ઉ.વ. 25 પોતાના પરિવાર સાથે રહે છે અને ફેબ્રીકેશનનું કામ કરે છે. 11મીના રોજ સકીલ જીઆઈડીસીમાં કામ રાખ્યું હોય મોહસીનખાન રાણાનું બાઈક લઈ નાપાથી જીઆઈડીસી જવા નીકળ્યા હતા. તેઓ કરમસદ-ગાના રોડ રેલ્વે ફાટકની બાજુમાં પહોંચ્યા ત્યારે સામેથી બાઈક પુરઝડપે રોંગ સાઈડે આવી સકીલના બાઈકને અથડાયું હતું. જેથી તે રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...