તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુઓનો આતંક:આણંદમાં રખડતી ગાયે વૃધ્ધને મારી નાખ્યા બાદ પણ નઘરોળ પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઈબાબા મંદિર રોડ સહિત જુદી-જુદી જગ્યાઓએ રખડતી ગાયો અડીંગો જમાવી દેતી હોય છે. - Divya Bhaskar
સાઈબાબા મંદિર રોડ સહિત જુદી-જુદી જગ્યાઓએ રખડતી ગાયો અડીંગો જમાવી દેતી હોય છે.
  • ઘટનાના બીજા દિવસે પણ શહેરમાં શેરી પશુઓનો આતંક યથાવત તંત્ર પાસે કોઈ કાયમી ઉકેલનથી
  • શહેરમાં એકપણ એવો વિસ્તાર નથી જ્યાં રખડતા ઢોર ના હોય

શહેરમાં શુક્રવાર સવારે શિખોડ તલાવડી વિસ્તારમાં એક વૃધ્ધને ગાયે શીંગડે ચઢાવીને યમસદન પહોંચાડયા હતા. જેના પગલે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.નઘરોળ પાલિકા તંત્ર કુંભકરણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. બીજા દિવસે પણ શેરીઓમાં રખડતી ગાયોની સમસ્યા યથાવત જોવા મળી હતી.

આણંદ નગરપાલિકા પાસે રખડતી ગાયોને રાખવા માટે પાંજરાપોળ પણ નથી. જયારે ઢોર ડબ્બો છે. તેમાં પાણી ,ઘાસચારાની કોઇ જ વ્યવસ્થા નથી. માત્ર નામ પુરતો ઢોર ડબ્બો છે. ઢોર ડબ્બાની વાત છોડો પાલિકા પાસે શહેરમાં કેટલાંક રખડતા ઢોર છે. તેની રજીસ્ટ્રરમાં કોઇ જ નોંધ નથી ત્યાં કાર્યવાહી કોની સામે કરવી તે પ્રશ્ન થઇ પડયો છે. આણંદ શહેરમાં બીજા દિવસે પણ રખડતા ઢોર શેરીએ શેરી જોવા મળ્યા હતા.

આણંદ નવા બસ સ્ટેશન, જૂના રસ્તા, કલેકટર કચેરી રોડ, ગણેશ ચોકડી રોડ , અમૂલ ડેરી રોડ સહિત ઠેર ઠેર રખડતી ગયો અડીંગો જમાવી બેઠી હતી. તેમ છતાં પાલિકા ટીમે ઢોર પકડવા નીકળી ત્યારે શહેરમાંથી માત્ર 5 રખડતી ગાયો બે ટીમને મળી આવી હતી. તેને પકડીને ઢોર ડબ્બામાં લઇ જવામાં આવી છે.

પરિવારે સ્વજન ગુમાવ્યાનું દુઃખ છે
આણંદ વૈષ્ણવ સોસાયટી પાસે રહેતા અને ગાયના હુમલા મોત નિપજેલા વૃધ્ધ બાબુભાઇ એન ગદાણીના પરિવારજનની શનિવારે મુલાકાત લેવામાં આવી હતી. જેઓના પરિવારમાં બે દિકરા અને પત્ની હયાત છે. આ સમયે પરિવારજનોએ દુઃખદ ઘટના વ્યકત કરતા જણાવેલ કે અમે અમારા ઘરના મોભી સ્વજન ગુમાવ્યા છે. આથી અમોએ આ બાબતે કશુ કહેવા માટે તૈયાર નથી. - મૃતકના પરિવાર, આણંદ

રખડતી ગાયોની પાલિકામાં કોઇ નોંધ જ નથી
આણંદ પાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષથી રખડતા પશુઓની નોંધણી કરવાની વાત ચાલે છે. પરંતુ આજદિન સુધી પાલિકા ચોપડે રજીસ્ટ્રર પર એક પણ પશુની નોંધણી થઇ નથી.જયારે બિન સત્તાવાર રીતે આણંદ શહેરમના માર્ગો દૈનિક 4 હજાર વધુ ગાયો અને પશુઓને રખડતા મુકી દેવામાં આવતાં હોવાનું સ્થાનિક રહીશો જણાવ્યુંહતું. જેના પગલે સાઈબાબા મંદિર રોડ સહિત જુદી-જુદી જગ્યાઓએ રખડતી ગાયો અડીંગો જમાવી દેતી હોય છે.

પાલિકા કોઇ પણ પશુપાલક સામે કાર્યવાહી કરવામાં નહીં ખચકાય
આણંદ શહેરમાં રખડતી ગાયો પકડવા માટે પાલિકાએ આક્રારા પાણીએ થઇને ટીમોને પકડવાની સુચનાઓ આપી હતી. જો કે શનિવારે શહેરમાંથી 5 જેટલી રખડતી ગાયો પકડી લેવામાં આવી હતી. પરંતું રખડતી ગાયોને છોડવા માટે આવતાં એક પણ પશુપાલકની શેહશરમ રાખવામા નહીં આવે, આજ રોજ પશુપાલકોને શહેર માર્ગો પર રખડતી ગાયો નહીં છોડવા અપીલ કરી હતી. - રૂપલબેન પટેલ, પ્રમુખ, નગરપાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...