તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નગરપાલિકા દ્વારા કરસમદ શ્રીકૃષ્ણ હોસ્પિટલની બહાર આવેલા 50 થી વધુ કાચા પાકા દબાણો દુર કરાયા

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દબાણકર્તાઓને પુનઃ દબાણ ન કરવા સખ્તાઈથી જણાવવામાં આવ્યું

આણંદ જિલ્લાની કમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલની બહાર આવેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમણને કારણે ખોટી ભીડ થતી હોવાની વારંવાર ફરિયાદ થતી હતી. તેથી હોટેલો, ખાણીપીણીની લારીઓ સહિત 50 જેટલા કાચા પાકા દબાણો દુર કરી દેવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાની પ્રસિધ્ધ કમસદ હોસ્પિટલની બહાર છેલ્લા એક દાયકાથી રાજકીય ઓથા હેઠળ દબાણોનું સામ્રાજ્ય ખડકાઈ ગયું હતું. દર્દીઓની મોટી અવરજવરને લઈ અહીં ખાણીપીણી અને ઈતર વસ્તુઓનું મીની બજાર નિર્માણ થઈ ગયું હતું. કોરોના મહામારી દરમિયાન અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા તેમના સગા વ્હાલા અને મિત્રોની અવરજવર પણ વધી હતી. જે કારણે અહીં કોરોના સ્પ્રેડ થવાની શક્યતાઓ અન્ય જગાઓ કરતા વધુ થઈ ગઈ હતી.

મહત્વનું છે કે કોરોનાની મહામારી વચ્ચે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સૌથી મોટું કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ જીલ્લા અને જીલ્લા બહારથી આવી રહ્યા છે. હોસ્પિટલ બહાર આ દબાણવાળી જગાઓમાં ચાલતા વેપાર ધંધાએ લોકટોળા વળતા હોઈ કોરોના સંક્રમણ વધુ ઝડપી ફેલાય તેવી સાંભવાનો અતિશય વધી હતી.

આ વિકટ સંજોગોમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી હોસ્પિટલના સંચાલકો દ્વારા કરમસદ નગરપાલિકામાં રજુઆત કરી હતી કે હોસ્પિટલની બહાર ગેરકાયદે દબાણ કરીને ચાલતા ખાણીપીણીના ધંધાઓને કારણે લોકોની ભીડ એકત્ર થાય છે. જેથી કોરોના ફેલાવાની સંભાવના છે. કરમસદ પાલિકાએ તેઓની રજુઆતને ધ્યાને લઈ જેસીબી મશીન, ટ્રેકટર સાથે કરમસદ નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી. હોસ્પિટલ સંચાલકોની રજૂઆતના પગલે તાત્કાલિક હોસ્પિટલની બહાર સામેની સાઈડે ગેરકાયદે બાંધવામાં આવેલ હોટેલો, ખાણીપીણીની લારીઓ સહિત 50 જેટલા કાચા પાકા દબાણો દુર કરી દેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો