તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:નગરજનો રથ ખેંચી નહીં શકે સ્વયંવસેવકો તૈનાત રાખવા સુચના

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદો-વ્યવસ્થા અંગે વિદ્યાનગર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

અષાઢી બીજ પર્વના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વિદ્યાનગર ઇસ્કોન મંદિરેથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે રથયાત્રા કાઢવા માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના પગલે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહેવાના હેતુથી આણંદ, વિદ્યાનગર સહિત આણંદ ગ્રામ્ય પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આણંદ-વિદ્યાનગરમાં રથયાત્રા સહિત બકરી ઈદના તહેવાર નિમિતે શાંતિ જળવાઈ રહે માટે વિદ્યાનગર પોલીસ મથકે પી.આઈ, યશવંતસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં અષાઢી બીજે નિકળનાર રથયાત્રા નિકળનાર હોવાથી જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જો કે, બેઠકમાં સૌ પ્રથમ રથયાત્રા દરમિયાન સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ વધારે ભીડ થાય નહીં તે માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રથયાત્રાનું દોરડું (રસી)કોઈને આપવાની નહીં. જેના માટે અલગથી સ્વંયવ સેવકો તૈયાર કરવાના રહેશે. રથયાત્રા દરમ્યાન જાહેર માર્ગો પર 200 લોકોની મર્યાદિત સંખ્યા હોવી જોઈએ, ત્યારબાદ આગામી 10મી જુલાઈએ સરકારની નવી ગાઈડ લાઈન આવશે તો અમો જાણ કરવામાં સહિતની જરૂરી સુચનો કર્યા હતા. જો કે, શાંતિ સમિતીની બેઠકમાં ઈસ્કોન મંદિરના યુગઅવતાર ગુરૂદાસ સહિત મુકેશભાઈ પંચાલ, ઈકબાલભાઈ સહિત અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...