તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કોરોના મહામારીના વિકટ વિપદાએ જ્યાં લોકો સેવાની સરવાણી વહાવી રહ્યા છે. ત્યાં સમાજમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની સરકારી ઉપાધી ધરાવતા નડિયાદ સિવિલ હોસ્પિટલના નપાવટ કર્મચારીએ માનવતાને શર્મશાર કરી છે. આણંદ શહેર પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતાં ચાર કાળા બજારીઓને ઝડપી પાડ્યા બાદ સ્પેશિલ ઓપરેશન ગ્રુપે પણ વધુ એક માનવતાના દુશ્મનને ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન સાથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા નેવે મૂકી:આણંદમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશનની કાળા બજારી કરતો નડિયાદનો આરોપી ઝડપાયો

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસની સ્પેશિયલ ટીમે ઇન્જેકશનની ખાલી શીશી, ગ્લુકોઝ બોટલ સહિત 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કોરોના મહામારીના વિકટ વિપદાએ જ્યાં લોકો સેવાની સરવાણી વહાવી રહ્યા છે. ત્યાં સમાજમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની સરકારી ઉપાધી ધરાવતા નડિયાદ સિવિલ હોસ્પિટલના નપાવટ કર્મચારીએ માનવતાને શર્મશાર કરી છે. આણંદ શહેર પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતાં ચાર કાળા બજારીઓને ઝડપી પાડ્યા બાદ સ્પેશિલ ઓપરેશન ગ્રુપે પણ વધુ એક માનવતાના દુશ્મનને ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન સાથે કાળા બજારી કરતા રંગે હાથ ઝડપયો છે.

માનવતા અને ફરજ નિષ્ઠા નેવે મૂકી દર્દીઓના જીવન રક્ષક તરીકે ગણાતા રેમડેસિવિર ઈન્જેકશન નફાખોરમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બ્રધર્સ સ્ટાફનો નરાધમ કર્મચારી દર્દીને રેમડેસિવિરના ઇન્જેકશન આપતા 50 ML જેટલું ઓછું આપી ચોરી કરી આ શીશીઓનો જથ્થો પોતાના ઘરે લઇ જઇ નવું લાગે તેવું જ ઇન્જેકશન બનાવતો હતો.

આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી તથા ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જગદીશચંદ્ર ઉર્ફે જગો રમણભાઈ પરમાર (રહે. ઉમરેઠ) હાલમાં કોરોના મહામારીના સમયમાં કોરોનામાં સપડાયેલા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેકશનની જરૂર પડતી હોય આવા ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન લાવી કાળા બજારી કરી ઉંચા ભાવે વેચે છે.આ બાતમી આધારે એસઓજી પોલીસે નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદારબાગ પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં નપાવટ જગો એક્ટીવા લઇને આવી પહોંચતા જ પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો.

ભ્રષ્ટ અને અમાનવીયવૃત્તિ ધરાવતા જગદીશચંદ્રની તલાસી લેતાં પોલીસ ને ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન 02, રેમડેસિવિર ઇન્જેકશનની ખાલી શીશી 15, ગ્લુકોઝ બોટલ, સીરીન 04, ખાલી બોટલ, એક્ટીવા, રોકડ રૂ.1.26 લાખ મળી આવ્યાં હતાં. આ અંગે પોલીસે જગદીશચંદ્ર સામે ગુનો નોંધી તેને વધુ તપાસ અર્થે આણંદ શહેર પોલીસને તપાસ સોંપી છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી ખાલી શીશીમાં ગ્લુકોઝનું પાણી ભેળવી ઇન્જેકશન બનાવતો હતો
આણંદ એસઓજી ગ્રુપની તપાસમાં આરોપી જગદીશચંદ્રએ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બ્રધર્સ સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું કબુલ્યું હતું. ફરજ દરમિયાન કોરોના દર્દીને આપવાના ઇન્જેકશનમાંથી 50 એમએલ જેટલો જથ્થો તે કાઢી લેતો હતો. દિવસ દરમિયાન અનેક દર્દીને અપાતા ઇન્જેકશનમાંથી કાઢેલો આ જથ્થો ઘરે લઇ ગયા બાદ તેને ફરી ગ્લુકોઝના પાણીમાં ભેળવી નવું લીક્વીડ તૈયાર કરતો હતો. બાદમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી જ રેમડેસીવીરની ખાલી બોટલ લાવી તેમાં ગ્લુકોઝવાળું લીક્વીડ ભરી રૂ.ત્રણ હજારથી લઇ 15 હજાર સુધીમાં વેચતો હતો. અત્યાર સુધીમાં 35 જેટલા ઇન્જેકશન વેચી દીધાંનું કબૂલ્યું છે. જોકે પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો