અડાસ ગામે રહેતા ચંદ્રસિંહ ઉર્ફે મોન્ટી ફતેસિંહ ગોહેલ ગુરૂવારે સવારે ખેતરે જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન, મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ફર્યા નહોતા. જેને પગલે ચિંતાતુર પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. દરમિયાન, બીજી તરફ શુક્રવારે સવારે તેઓ અડાસ-વડોદ વચ્ચે આવેલા માતાના મંદિર પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
અડાસ ગામના સરપંચને બનાવની જાણ કરતાં તેઓ તુરંત જ પરિવારજનોને લઈને સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમણે આ મામલે વાસદ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલી પીએસઆઈ બી.કે. રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં તેમનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું ખૂલ્યું છે. તેઓ નશાની આદત ધરાવતા હતા અને માનસિક અસ્વસ્થ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.