તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વિદ્યાનગર, આણંદ અને કરસમદમાં રખડતાં પશુઓની ટેગ મારી નોંધણી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગરમાં 400-કરમસદમાં 600થી વધુ રખડતા ઢોરની ચોપડે નોંધ
  • ટેગ મારતી વખતે પશુ માલિકનું આધારકાર્ડ-મોબાઇલ નંબર લીંક કરાશે

આણંદ, વિદ્યાનગર અને કરસમદમાં રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે.અવારનવાર રખડતા પશુઓને કારણે અકસ્માત થાય છે તેને ધ્યાને લઇને ત્રણેય નગરપાલિકા દ્વારા કાયમી ધોરણે રખડતા પશુઓનો પ્રશ્નહલ કરવા માટે બે દિવસ અગાઉ પશુપાલન વિભાગ સાથે બેઠક કરીને ચર્ચા વિચારણી કરાઈ હતી. જેમાં સૌ પ્રથમ ખરેખર શહેરમાં રખડતા પશુઓ કેટલાં છે ? કોની માલિકીના છે ? તે જાણી શકાય તે માટે રખડતા પશુઓના કાને ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ ટેગ સાથે મોબાઇલ નંબર અને આધારકાર્ડ લીંક કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં કોના પશુ છે, અગાઉ પકડયા હતા કે કેમ તે તમામ માહિતી એકત્ર થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

વિદ્યાનગરના ચીફ ઓફિસર જે.વી. પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં સરકારી ચોપડે 500થી વધુ રખડતાં પશુઓ છે. જો કે હાલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ દરેક પશુઓની નોંધ રાખી શકાય તે માટે ટેગ મારવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા ટુંક સમયમાં આ મુદે બેઠક બોલવવામાં આવનાર છે.જેમાં રખડતાં પશુઓના પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવા માટે ચર્ચાવિચારણા કરવામાં આવશે.ત્યારબાદ રખડતા પશુઓના માલિકોને જરૂરી સુચનાઓ આપીને પશુઓને રખડતાં નહીં મુકવા જણવવામાં આવશે. તેવી રીતે કરમસદ અને આણંદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓની ટેગ મારીને નોંધણી કરવામાં આવશે. તેમજ હાલમાં રખડતાં પશુઓ પકડાયા તો જે દંડની કાર્યવાહી છે. તેમાં ચર્ચા વિચારણા કર્યાબાદ ફેરફાર કરવામાં આવશે.

જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પાલતુ પશુઅોની નોંધણીની કામગીરી વેગમાં
આણંદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પાલતુ પશુઓની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. જેમાં દૂધ આપતાં પશુઓની ગણતરી માટે જિલ્લા દુધ સહકારી સંધ અને એનડીડીબીની મદદથી દરેક પશુઓને કડી મારવાની કામગીરી ચાલી રહી છે. કડીના નંબર સાથે જે તે પશુમાલિકાના આધારકાર્ડ અને મોબાઇલ નંબર લીંક કરવામાં આવ્યો છે. જેથી પશુઓની નોંધણી અને તેના રસીકરણ, સારવાર, તંદુરસ્તી સંબંધિત વિગતોની માહિતી પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે.આણંદ જિલ્લામાં હાલ 7,34,000ના પશુ ધન સામે 6,57,132 જેટલા પશુની નોંધણી થઇ ગઇ છે. એટલે કે આણંદ જિલ્લામાં 90 % જેટલા પશુની નોંધણીની કામગીરી પુરણ થયેલ છે. હાલ જે10 % એટલે કે આશરે 80 હજાર જેટલા પશુની નોંધણી બાકી છે તેમાં મોટાભાગે માલધારી સમાજ અને શહેરી વિસ્તારના પશુ પાલકોના પશુની નોંધણીનો મોટો હિસ્સો બાકી છે.

અન્ય સમાચારો પણ છે...