181 ટીમેને ફોન આવ્યો..:'મારા પતિ મારું બાળક આપતા નથી', આણંદમાં ઘરેલુ કંકાસમાં પતિ-પત્ની અલગ થયા, સંતાન વિના વિહવળ બનેલી માતાને પાંચ મહિને બાળક મળ્યું

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાએ બાળકને ખોળે લઈ 181ની ટીમનો ભારોભાર ધન્યવાદ કર્યો હતો ખોળે રમતા બાળકને જોઈ સૌની આંખોમાં હર્ષના આંસુ છલકાયા

આણંદમાં પતિ પત્નીના ઝગડામાં સંતાનથી વિમુખ થયેલી માતાને દિવસ રાત પોતાના સંતાનની દરકાર અને આરોગ્ય સુખાકારીની ચિંતા સતાવતી હતી. માતા બન્યાના માત્ર 5 મહિનામાં જ કોઈ અગમ્ય સાંસારિક ગેરબનાવને લઈ પતિ દૂર થયો, પરંતુ આ કારણે સંતાનથી દૂર થયેલી માતા સંતાન વિના વિહવળતા અનુભવી રહી હતી. માતાથી સંતાન વિના ન રહેવાતા તેણીએ 181ને ફોન કરી પોતાની વિતકતા અને વિકટતા સંભળાવી હતી. જેથી 181 અભયમની ટીમે મહિલાની ફરિયાદ સાંભળી તેને મદદરુપ થઈ અને તેના પતિ પાસેથી સંતાન માતાને પરત અપાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જિલ્લામાં બાળ દિવસે જ એક સંતાન નજર સામે હોવા છતાં તેને ખોળે લઈ શકતી નહોતી તેમજ તેને રમાડી શકતી પણ નહોતી.સંતાનની ચિંતામાં સતત એકલી અટુલી ઉદાસ રહેતી પીડિતાએ સંતાનની વિહવળતાએ હિંમત કરાવી અને તેણીએ 181 પર ફોન કર્યો હતો. જેમાં પીડિતાએ રડતાં રડતાં જણાવ્યું હતુ કે, મારું બાળક મારા પતિ આપતા નથી.

પીડિતાની મનસ્થિતિ સમજી અને ગંભીરતા લઈ તુરંત જ 181ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં પીડિતાને આશ્વાસન આપ્યું અને બાદમાં તેઓ સાસરીમાં પહોંચ્યા હતાં. આ દરમ્યાન જાણવા મળ્યું કે બન્ને પતિ પત્ની સાસરીથી અલગ રહે છે. કોઈ સામાન્ય અણબનાવ થતાં બહેનના પતિએ બહેન પાસેથી પાંચ મહિનાનું બાળક લઈ લીધુ હતું અને પાછા આપવાની ના પાડી હતી.

આણંદ 181ની ટીમે પીડિતાને પતિનું કાઉન્સિલ કર્યું હતું. તેઓએ પતિને માતા માટે બાળક અને નવજાત બાળક માટે માતાની એમ એકબીજાની જરૂરિયાતનું મનોવિજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિ અંગેનું મહત્વની પણ સમજણ આપી હતી.આ ઉપરાંત પતિને તેમજ સસરિયાઓને આ અંગે ના કાયદાકીય બાબતોની જાણકારીથી પણ અવગત કર્યા હતા. જેથી પતિએ રાજી ખુશી થી બાળક તેની માતાના ખોળામાં રમતું સોંપી દીધું હતું.

આ દરમ્યાન માતાના બાળકને ખોળે લઈ માતાએ 181 ની ટીમનો ભારોભાર ધન્યવાદ કર્યો હતો અને તેણીના આંખોમાં હર્ષના આંસુ છલકાતા જોઈ 181 ની ટીમની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને આ કાર્ય સંતોષે તેમના હૃદયે પણ ડૂસકું ભરાવી દીધું હતી.

અન્ય સમાચારો પણ છે...