તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનર કિલિંગનો ભય:ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવાન સાથે લગ્ન કર્યા, નવયુગલ પર જીવનું જોખમ રહેતા પોલીસ સ્ટેશને હાજર થયું, યુવકના પરિવારે ગામ છોડ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતમાં કોમી તંગદિલી
  • યુવતીએ પિતા અને અન્ય મુસ્લિમ આગેવાનો દ્વારા જીવ જોખમમાં હોવાની પોલીસ વડાને અરજી આપી હતી
  • પિતા સાથેના સંવાદમાં યુવતીએ પતિના ઘરે રહેવાનો જ સુર દોહરાવ્યો

ખંભાતના સૈયદવાડા ખાતે રહેતી મુસ્લિમ યુવતીએ ખંભાતના હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી મુસ્લિમ યુવતીના પરિવારજનો નારાજ હોવાથી તેઓ મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. આ ધમકીઓથી ગભરાયેલી યુવતીએ તેના પરિવાર તરફથી ઓનર કિલિંગ થાય તે પહેલાં પગલાં ભરવા જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જોકે આ નવયુગલ અચાનક મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થતા ચકચાર મચી હતી.

નારાજ યુવતીના પરિવારજનોએ ખંભાત પોલીસમાં જાણવા જોગ અરજી આપી
​​​​​​​
ખંભાતના ફરમીનબાનું સૈયદ 17 જૂન 2021ના રોજ શહેરના જ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે કાયદેસરના લગ્ન કર્યા હતા. આથી નારાજ યુવતીના પરિવારજનોએ ખંભાત પોલીસમાં જાણવા જોગ અરજી આપી હતી. તો બીજી તરફ લગ્ન બાદ ફરમીનબાનુના પિતા ફુરકાન સૈયદ તથા તેના મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી), તૌકિર સૈયદ (રહે. સૈયદવાડો), માથા ભારે શખ્સ ફિરોઝ પઠાણ ઉર્ફે ફન્ટર, સોહિલ ઉર્ફે કાંટો ઉર્ફે ચોર (રહે. ખંભાત) અને સદ્દામ સૈયદ ઉર્ફે મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી, તૌસીફ સૈયદ, જમશેદ પઠાણ વિગેરે ઉત્કર્ષ પુરાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરમીનબાનુએ એસપીને રજૂઆત કરી તેના પરિવારજનો અને પતિ ઉત્કર્ષને મારી નાખવાની પેરવી કરી રહ્યાનો ભય વ્યક્ત કરી તેમની અટક કરવા માંગણી કરી હતી.

મુસ્લિમ યુવતીના માતા-પિતાને જાણ કરી યુવતી સાથે મેળાપ કરાવ્યો
​​​​​​​​​​​​​​
મહત્વનું છે કે મુસ્લિમ યુવતી ફરમીને અરજીમાં વધુ જણાવ્યું હતું કે આ લોકોના ડરથી તેઓએ ખંભાત છોડી દીધું છે અને સલામત સ્થળે આશરો લીધો છે. જોકે આ નવપરણિત યુગલ અચાનક 24 તારીખે સાંજે ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જ્યાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જે દરમ્યાન પોલીસ દ્વારા મુસ્લિમ યુવતીના માતા પિતા અને પરિવારજનોને જાણ કરી યુવતી સાથે મેળાપ કરાવ્યો હતો.

યુવક યુવતી ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થયા
​​​​​​​​​​​​​​
આ અંગે મહેમદાવાદ પી.આઈ.એન.ડી.નકુમે જણાવ્યું હતું કે ખંભાત લગ્ન પ્રકરણના બન્ને યુવક યુવતી મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થયા હતા. પોતે ઉંમર અને સમજ પ્રમાણે પુખ્ત હોઈ પોતાના જીવનના મહત્વના તમામ નિર્ણય લેવા પોતે સ્વતંત્ર હોવાનું જણાવ્યું હતું. ખંભાત પોલીસ અને યુવતીના માતા પિતાને જાણ કરી અહીં બોલાવ્યા હતા. છોકરીને પિતાએ વાત કરતા યુવતીએ તેના હિન્દૂ પતિને ત્યાંજ રહેવાનો નિર્ણય જણાવ્યો હતો. ખંભાત પોલીસે પણ કાયદેસર બન્ને ના નિવેદન નોંધ્યા છે. જેની વીડિયોગ્રાફી પણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...