વિરોધ:પાલિકાના કર્મચારીઅો 15મીથી અચોક્કસ મુદતની હડતાળ પર

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 માસથી પશ્નો માટે સરકારને રજૂઆતો છતાં નિર્ણય નહીં

રાજ્યભરની નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતાં હવે અચોક્ક્સ મુદતની હડતાળની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે નગર પાલિકાના કર્મચારીઓ છેલ્લા 6 માસથી પડતર પશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિર્ણય નહીં આવતાં આખરે આગામી 15મીથી આણંદ સહિત જિલ્લાની તમામ નગર પાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે તેમ અખિલ ગુજરાત નગર પાલિકા કર્મચારી મહામંડળે જણાવ્યું હતું.

રાજ્યભરની 157 નગર પાલિકાના કર્મચારીઓની ધીરજ ખૂટી પડતાં અનોખા વિરોધના કાર્યક્રમો શરૂ કર્યા છે.વહેલી તકે પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવાની તૈયારીઓ આરંભી છે. આ અંગે આણંદના અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના સભ્ય કલ્પેશભાઇએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલની લડતમાં કોમન ફેડરના ચીફ ઓફિસરો સહિત તમામ કર્મચારીઓ જોડાશે.

વધુ માહિતી મુજબ નગરપાલિકા વર્ષોથી રોજમદાર કરાર આધારીત ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ , સફાઇ કામદારો સહિત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી 15મીથી અચોક્ક્સ મુદતની હડતાળમાં જોડાશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...