આક્ષેપ:મુજકુવા ગામે ઠરાવોમાં ચેડાં કરી ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં વાપર્યાની ફરિયાદ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને સરપંચ સહિતના મળતીયાઓએ 1 થી 5 ઠરાવોમાં ચેડાં કર્યાનો આક્ષેપ

આંકલાવ તાલુકાના મુજકુવા ગામે ગ્રામ પંચાયતની ગત તા.9.3.2020ના રોજ મળેલ નાયબ ચિતનીશ એ.જી.રાવલ અને પંચાયત સરપંચ તેમજ તલાટી કમ મંત્રી અને ગ્રામજનોની હાજરીમાં ગ્રામસભા યોજાઈ હતી.જેમાં ગામના જુદા જુદા રોડ- રસ્તા ગ્રાન્ટના ઠરાવ નં.1 થી 5 વિકાસ કામો યાદીનું પ્રોસેડીંગ ગ્રામ સભા પૂર્ણ થયા બાદ તલાટી અને સરપંચ તેમજ કેટલાંક સભ્યોએ મનસ્વી રીતે ઠરાવ બનાવી ચેક ચાક અને ચેડાં થયાની જાણ ગામના ડાહ્યાભાઈ હરમાણભાઈ પઢીયાર ના ધ્યાને આવતા તેઓએ આ અંગેના રેકોડ આધારિત પુરાવા સાથે લાખો રૂપિયાના વિકાસ કામોની ગેરરીતિ અંગે જેતે વખતે આંકલાવ ટી.ડી.ઓ ને રજુઆત કરી હતી.

આ ગંભીર આરોપો ને લઈ આંકલાવ તાલુકાના વિકાસ અધિકારી દ્વારા આજ દિન સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી તેમજ સમગ્ર મામલે તલાટી ,સરપંચ સામે કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આ અંગે આંકલાવ વિકાસ અધિકારી જી.ડી.પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, આ અંગેની અરજદારની રજૂઆત મળેલ છે. પરંતુ આ તપાસમાં અહેવાલ અધુરો આવ્યો છે. અને અધૂરી વિગત નો રિપોર્ટ આવેલ હોઈ તલાટીની પુનઃ રિપોર્ટ દુરસ્ત સાથે મોકલી પૂર્તતા કરી આ અંગે રેકોર્ડ છેડછાડ જેવી ક્ષતિ અને ગ્રાન્ટ વેડફાઈ હોવાનું જણાશે તો યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

ગંભીર આક્ષેપોમાં ગામના ગિરધરપૂરામાં આર.સી.સી. રોડ અને મનુભાઈ ભુવાજીના ફળિયામાં અને ઝાપડા મહારાજ અને હરમાનભાઈ છોટાભાઈના ઘર પાસે ના કામના રૂ. 2.50 લાખ નો ઠરાવ રદ કર્યા સિવાય જિલ્લા પંચાયત, આણંદ ના જ.ન.વિકાસ/14મુ નાણાપંચ/5053, તારીખ 19/09/2020 ના રોજના ડી.ડી.ના હુકમ કરવા બાબતના પત્ર સહિતના પુરાવા હોવા છતાં ગ્રામ સભા ગામના નાગરિકો હાજર હોવા છતા સદરહુ ફેરફાર કામ નં.1 થી 5 ઠરાવ પર લીધેલ નહીં. મૌખિક રીતે ગ્રામસભાના પૂર્ણ થયા બાદ પોતાની મનસ્વી રીતે સરપંચ અને તલાટિ કમ મંત્રી અને સભ્યોએ પોતાની મનસ્વી રીતે પ્રોસિડિંગ લખી લીધેલ ની તપાસ અંગેની માંગ અરજદારે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...