તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પોક્સો-દુષ્કર્મના ગુનામાં MPના શખ્સને દસ વર્ષની કેદ અને દંડ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીડિતાને ચાર લાખનું વળતર ચૂકવવા આણંદ જિલ્લા કોર્ટનો આદેશ

પેટલાદ તાલુકાના રામોલમાં આઠ વર્ષ અગાઉ પોક્સો અને દુષ્કર્મના ગુનામાં મધ્યપ્રદેશના એક યુવકને આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદ અને રૂપિયા 35 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ગુનામાં મદદગારી કરનારા તેના ભાઈને નિર્દોષ છોડ્યો છે જ્યારે પીડિતાને ધી વિક્ટીમ કમ્પનઝેશન એક્ટ હેઠળ‌ રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવા હુક્મ કર્યો છે. પેટલાદ તાલુકાના રામોલ ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ઈસમ શૈલેષ ઉર્ફે સવલો ધનસીંગ રાઠવાએ વર્ષ 2013માં 15 વર્ષીય કિશોરીને પટાવી-ફોસલાવી દુષ્કર્મ આચરી તેને ભગાડી ગયો હતો.

આ દરમિયાન, બીજી તરફ શૈલેષના ભાઈ કેન્દુ ઉર્ફે કેન્દરીયો ધનસીંગ રાઠવાએ બંનેનું લગ્નનું સર્ટીફિકેટ બનાવી આપ્યું હતું. અને વધુમાં તેણીને મધ્યપ્રદેશમાં રહેવાની અને મજૂરીની વ્યવસ્થા કરી આપી હતી. આ બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થતાં તેમણે મહેળાવ પોલીસ સ્ટેશને બંને ભાઈઓ િવરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ ગુનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જે કેસ સ્પેશ્યલ પોક્સો જજ એસ. ડી. પાન્ડેયની કોર્ટમાં ચાલી ગયો હતો.

જ્યાં સરકારી વકીલ અમીબેન પંડ્યાએ 29 દસ્તાવેજી પુરાવા અને 14 સાક્ષીઓને રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી શૈલેષને દુષ્કર્મ, અપહરણ અને પોક્સોના ગુનામાં દસ વર્ષની કેદ અને રૂપિયા 35 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે. છેલ્લાં કેટલાંય સમયથી પોક્સો હેઠળ ગુના વધી રહ્યા છે ત્યારે આ ચૂકાદો સમાજ માટે દાખલારૂપ બનશે.

અન્ય સમાચારો પણ છે...