તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • MP Mitesh Patel Appealed To Donors, Including Religious And Voluntary Organizations, To Come Forward To Meet The Needs Of The Children Affected By The Koro Epidemic In Anand District.

મદદ:આણંદ જિલ્લામાં કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોની પડખે સાંસદ મિતેશ પટેલ ,ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત દાતાઓને આવા બાળકોને જરૂરિયાતો પૂરી કરવા આગળ આવવાની અપીલ કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 39 બાળકોના ખાતામાં રૂા. ચાર હજાર લેખે રૂ. 1.56 લાખ સીધા તેમના ખાતામાં જમા થવાના શરુ
  • કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોને અમે માતા-પિતા બનીશું: સાંસદ
  • શાંતિ થી રહો,કાળજી રાખો,અને વ્યસનો થી દૂર રહો :કલેકટર, આણંદ,

આણંદ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલની હાજરીમાં મળેલી બેઠકમાં તેઓએ કોરોના મહામારીમાં નિરાધાર થયેલા બાળકોના માતા-પિતા બની પાલન કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત સામાજીક સંસ્થાઓને પણ અપીલ કરી આવા બાળકોની મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું. હાલ જિલ્લામાં 39 બાળકોને રૂ.1.56 લાખ સીધા ખાતામાં જમા કરાવવામાં આવી રહ્યાં છે.

રાજ્યમાં કેટલાંય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. આ સંદર્ભમાં રાજ્યની સંવેદનશીલ સરકારએ કોરોનાના કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકો માટેની બાલ સેવા યોજનાનો બુધવારે મુખ્યંમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત આણંદ જિલ્લાના 39 બાળકોના ખાતામાં પણ રૂા. 4 હજાર લેખે રૂા. 1.56 લાખ સીધા તેમના ખાતામાં જમા થયા હતા.

આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલે કોરોનાની મહામારી દરમિયાન માતા-પિતા કે પિતા ગુમાવનારા બાળકો પ્રતિ દુ:ખની લાગણી વ્યક્ત કરી આ બાળકોને તેમના માતા-પિતા બની રહીશું તેમ કહ્યું હતું. સાથોસાથ નિરાધાર બનેલા બાળકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી જિલ્લાના સામાજિક, સેવાભાવી, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત દાતાઓને આવા બાળકોને જરૂરિયાતો પૂરી કરવા આગળ આવવાની અપીલ કરી હતી. આ ઉપરાંત સાંસદે બાળકોને જિલ્લાં વહીવટીતંત્ર સહિત પોતે હરહંમેશ તેઓની સાથે રહેશે. તેની ખાત્રી આપી કોઇપણ પ્રકારની તકલીફ હોય તો તેમનો સંપર્ક કરવા કહ્યું હતું.

આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના કલેક્ટર મનોજ દક્ષિણીએ બાળકોના નામ, કયા ધોરણમાં અભ્યાસ કરે છે? કોની સાથે રહે છે? કેવી રીતે રહો છે? કોઇ તકલીફ છે કેમ? તેવો સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત શાંતિથી રહેવાની સાથે તેઓની પણ કાળજી રાખવાની અને કોઇપણ જાતના વ્યસનોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર પી. સી. ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. ટી. છારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશભાઇ દેસાઇ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર, જિલ્લા પ્રોહિબિશન અધિકારી એસ. એમ. વ્હોરા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તથા સભ્યો, જુવેનાઇલ જસ્ટીઅસ બોર્ડના સભ્યો, બાળ સુરક્ષા અધિકારી તથા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...