સેવાની સરાહના:આણંદની ઝૂંપડપટ્ટીમાં નિઃશુલ્ક અભ્યાસ કરાવનાર હીના તડવીનું સાંસદે સન્માન કર્યું

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હીનાબહેનની ટેરેસ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 51 માટીની ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી

આણંદ જિલ્લામાં અનોખી ટેરેસ શાળા ચલાવતી હીના તળવીને રાજશ્રી ઝૂંપડપટ્ટીમાં ઘણાં વર્ષોથી ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ બાળકો ,નિઃશુલ્ક અભ્યાસ કરાવાની સરાહનીય કામગીરી માટે સાસંદ મિતેષભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ગણેશ મહોત્સવ પર્વ દરમ્યાન શિક્ષણ સાથે બાળકોમાં ધર્મ સંસ્કારનું જતન પણ થાય તેવા શુભ હેતુએ ટેરેસ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 51 માટીની ગણેશની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી.

આણંદની રાજશ્રી ઝૂંપડપટ્ટીમાં ઘણા વર્ષોથી હીના તડવી દ્વારા ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ બાળકો ,નિઃશુલ્ક ટેરેસ શાળા ચલાવવામાં આવે છે. જેમાં નાના ભુલકાઓને ભણાવીને તેમનું ભવિષ્ય ઉજવલ કરવાનો હીના તડવીનો અગાથ પ્રયાસ કરી રહ્યા છે.હાલ ગણેશ મહોત્સવ પર્વ દરમ્યાન અહીં અભ્યાસ કરતા બાળકોમાં શિક્ષણ સાથે ધર્મ સંસ્કારની વૃદ્ધિ અને જતન થાય તે હતું થઈ અહીં ટેરેસ શાળામાં ગણેશ મહોત્સવ પણ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે.આ દરમ્યાન આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા અહીં શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને શિક્ષણ અને સંસ્કારની પ્રવૃતિઓ કરતા હિનાબેન તડવીનું દરમ્યાન સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ સાથે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ યોગેશભાઈ પટેલ (બાપજી)પણ હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે હીના બહેન દ્વારા પોતાના ઘરની ટેરેસ ઉપર બાળકોને ભેગા કરીને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. જે અતંર્ગત ગણેશ ચતુર્થીનું અનોખું આયોજન કરવામાં આયું હતું જેમાં ગણેશ ચતુર્થી નિમિતે બાળકો દ્વારા માટી માંથી બનાવેલ 51 ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ માટીની મુર્તિ દ્વારા બાળકોને એક સંદેશ મળી શકે , પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે, તેમજ આ મૂર્તિનું ઘરના પાણીમાં વિસર્જન કરી તેમાં તુલસી કે કોઈપણ છોડનું રોપણ કરી શકાય તેવા ઉદ્દેશથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં આરતી કરીને સાસંદ મિતેષભાઈ બાળકોની કારગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...