• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • MOU Between Charuset And Mahagujarat Medical Society On Health And Education, Former Union Minister Dinsha Patel Awarded Dan Bhaskar Award

બન્ને સંસ્થાઓ સાથે મળી રિસર્ચ કરશે:ચારુસેટ અને મહાગુજરાત મેડિકલ સોસાયટી વચ્ચે હેલ્થ એન્ડ એજ્યુકેશન મુદ્દે MOU, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરાયો

આણંદ8 મહિનો પહેલા
  • માનવમાંથી મહામાનવ બનાવવાનો શિક્ષણનો હેતુ છે, કેળવણી થકી ચરિત્રયનું નિર્માણ ઘડતર યુનિવર્સિટી કરે છે: દિનશા પટેલ
  • બન્ને સંસ્થાઓ સાથે મળીને હેલ્થ એન્ડ એજ્યુકેશન ક્ષેત્રે રિસર્ચ કરશે

ચાંગા સ્થિત ચારૂસેટ ખાતે ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ભુતપૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યું હતું. જેના થકી બન્ને સંસ્થાઓ હવે હેલ્થ એન્ડ એજ્યુકેશન ક્ષેત્રે રિસર્ચ કરશે. આ પ્રસંગે ચારૂસેટમાં ગોલ્ડ મેડલ માટે દિનશા પટેલે નગીનભાઈ પટેલને રૂ.અઢી લાખનો ચેક અર્પણ કર્યો હતો.

સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલે દાન ભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સહિયારી શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રામાં માતૃસંસ્થા અને કેળવણી મંડળને ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ સુધીની યાત્રામાં બે હજારથી વધુ દાતાઓનું યોગદાન છે. જેમાં 42 દાતાઓના રૂ. એક કરોડ અને તેથી વધુના માતબર દાનનો સુભગ સમન્વય સધાયો છે

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1.31 કરોડ ઉપરાંતનું માતબર દાન આપનાર દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલે દાન ભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સહિયારી શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રામાં માતૃસંસ્થા અને કેળવણી મંડળને ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ સુધીની યાત્રામાં બે હજારથી વધુ દાતાઓનું યોગદાન છે. જેમાં 42 દાતાઓના રૂ. એક કરોડ અને તેથી વધુના માતબર દાનનો સુભગ સમન્વય સધાયો છે.

દાન ભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ કર્યું હતું. નગીનભાઈ પટેલના હસ્તે દાતા દિનશા પટેલને અને કુંદનબેન પટેલને શાલ ઓઢાડીને સન્માનપુષ્પ થી સન્માન કરાયું હતું. સુરેન્દ્ર પટેલના હસ્તે દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.

આ પ્રસંગે દિનશા પટેલે પ્રતિભાવ વ્યક્ત કરતા આ એવોર્ડ બદલ આભાર- ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને તેમણે આ એવોર્ડ પત્ની કુંદનબેન, પરિવાર, સમાજને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, પરોપકારની ભાવના સારા માણસોમાં હોય છે. આથી માગો તો મળશે, શોધો તો જડશે અને ખટખટાવો તો દ્વાર ખુલશે. આપણે દ્વાર ખોલવા પરિશ્રમ કરવો પડશે. સાચા દિલથી પ્રયાસ કરવો પડશે પ્રેમ-વિશ્વાસ-સત્યનો પરિશ્રમ સફળતા અપાવશે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું પરિબળ શિક્ષણ છે. માનવમાંથી મહામાનવ બનાવવાનો શિક્ષણનો હેતુ છે. કેળવણી થકી ચરિત્રયનું નિર્માણ ઘડતર યુનિવર્સિટી કરે છે ત્યારે તેમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુથી ચારુસેટને દાન આપ્યું છે. મારે આર્થિક તંગીના કારણે શિક્ષણ છોડવું પડ્યું હતું અને હવે બીજા કોઈને આર્થિક સંકડામણના કારણે શિક્ષણ છોડવું ના પાડે તેની ચિંતા દાતાઓ કરશે તો મને અતિ આનંદ થશે અને તે કેળવણીયજ્ઞમાં હું સાથ સહકાર આપીશ. દાન નાનું મોટુ હોય, પણ તેનું મહત્વ હોય છે.

તેમણે રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ, સંત કબીર, કવિ નર્મદ ના ઉદાહરણો થકી વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોના પાઠ શીખવ્યા હતા. દિનશા પટેલે કહ્યું કે, ઘરમાં ભક્તિ ભળે તો ઘર મંદિર બને, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, નીંદરમાં ભક્તિ ભળે તો નિન્દ્રા ધ્યાન બને, કર્મ ભક્તિ ભળે તો કર્મ પુજા બને, ગાયનમાં ભક્તિ ભળે તો ભજન બને, માનવમાં ભક્તિ ભળે તો માનવ મહામાનવ બને છે. ભક્તિના ભાવ સાથે આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ.

આ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારૂસેટ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યાં હતાં. આ એમઓયુ વિશેની માહિતી આપતાં પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ જણાવ્યું હતું કે, મહાગુજરાત મેડિકલ સોસાયટી અને ચારુસેટ વર્ષોથી એકબીજા સાથે શિક્ષણ અને તબીબી ક્ષેત્રે સંકળાયેલા છે. મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં 2018થી 2 ફિઝિયોથેરપી સેન્ટર કાર્યરત છે, જેમાં 42 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે એમઓયુ થતાં બાયો કેમેસ્ટ્રી, ફાર્મસી, ફિઝિયોથેરપી, પેથોલોજી, રેડિઓલોજી સહિતના ક્ષેત્રોમાં રિસર્ચ-કન્સલ્ટન્સી પ્રોજેકટ હાથ ધરાશે. આ ઉપરાંત એમએમએસ ગર્વમેન્ટ ફંડીંગ એજન્સીઓ દ્વારા સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેકટોમાં ચારુસેટને ટેકનિકલ સુવિધા અંગેનો સહયોગ આપશે. રિસર્ચ વર્ક માટે ચારુસેટ એમએમએસને રિસર્ચ સેન્ટર તરીકે માન્યતા આપશે. બન્ને સંસ્થાઓ સાથે મળીને કંટીન્યુઇંગ એજ્યુકેશન, મેનપાવર ટ્રેનીંગ વગેરે ક્ષેત્રે કામ કરશે.

ડો. એમ.સી.પટેલે દાતા દિનશા પટેલના પ્રદાન અને ચારુસેટ સાથે સંકળાયેલા છે તે વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે તેમના માતબર દાન થકી CSPIT CHARUSATમાં કુંદનબેન દિનશા પટેલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે ચારુસેટ હોસ્પિટલ માટે દિનશા પટેલ જનરલ વોર્ડ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેમણે દિનશા પટેલનો દાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બંને સંસ્થાઓ સાથે મળીને ચરોતર-ગુજરાત લેવલે આગેવાની લઈ પ્રગતિ કરે અને શિક્ષણનું સોપાન સાર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સુરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ બંને સંસ્થાઓ એમઓયુ થકી સાથે મળીને કામ કરશે અને સેવા-સંશોધનમાં ખૂબ આગળ વધશે. જે સમાજને ઉપયોગી નીવડશે તેવી શુભકામના પાઠવી હતી. દિનશા પટેલે આપણને ખૂબ મોટો મોરલ સપોર્ટ આપ્યો છે. જ્યારે તેમને મળીએ ત્યારે આત્મીય જન મળ્યા હોય તેવી હુંફ મળે છે. પ્રજાનું કામ કરવું એ તેમનો સ્વભાવ છે, એવા દિનશાનું સન્માન કરવાનો મોકો મળ્યો તે આપણા માટે ગૌરવની બાબત છે.

વધુમાં નગીનભાઈ પટેલે જણાવ્યું કે, ત્રિવેણી સંગમ સમાન આ એવોર્ડ સમારંભમાં વાસદથી વાત્રક પ્રદેશ સુધીની સંસ્થાઓના સમન્વય છે. જલારામ બાપા અને રજનીશના દ્રષ્ટાંતો ટાંકતા તેમણે જણાવ્યુ કે, આપણે આપણાં માટે નહીં સમાજ માટે માગવું જોઈએ. આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. જીતવાની આશા ન રાખનારા વ્યક્તિ ક્યારેય હારતો નથી. નિષ્ફળતા ધ્યાનમાં રાખ્યા વગર સતત કાર્યરત રહેવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

આ પ્રસંગે કેળવણી મંડળ ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા - કેળવણી મંડળના - સીએચઆરએફના સેક્રેટરી ડો.એમ.સી પટેલ, ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ પટેલ, કિરણભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મધુબેન પટેલ, સહમંત્રી ધીરુભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, દાતા પરિવારમાં દિનશા પટેલના ધર્મપત્ની કુંદનબેન પટેલ, પરિવારજનો, મહાગુજરાત મેડિકલ સોસાયટીના પદાધિકારીઓ ડિરેક્ટર ડો. ભાવિક શેલત, હોદ્દેદારો, ન્યુ ઇંગ્લિશ સ્કૂલ એસવીઆઈટી- વાસદના પદાધિકારીઓ- હોદ્દેદારો, માતૃસંસ્થા - કેળવણી મંડળ-ચારુસેટના પદાધિકારીઓ, હોદ્દેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડૉ. દેવાંગ જોશીએ આભાર વિધિ કરી હતી.I2IMના આસિસ્ટન્ટ પ્રોફેસર લિપિ આચાર્ય અને વિજય મકવાણાએ સમારંભનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...