આયોજન:પ્રવાહી NPK બાયો ફર્ટિલાઈઝર માટે અમૂલ અને આ.કૃ.યુ.વચ્ચે MOU

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૂલ દ્વારા 5 હજાર ટન ઓર્ગનીક ફર્ટિલાઇઝર વેચવાનો લક્ષ્યાંક

અમૂલના 75 વર્ષની ઉજવણીના પ્રસંગે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમૂલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અમૂલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝર લોંચ કર્યાના છ મહિનામાં અમૂલ દ્વારા 600 મેટ્રિક ટનથી વધુ અમૂલ ઓર્ગનીક ફર્ટિલાઇઝરનું વેચાણ કરાયું છે તેમજ આગામી દિવસોમાં 5000 મેટ્રિક ટન વેચાણ કરવાનો લક્ષ્યાંક છે.

સાથે સાથે કેમિકલ ફર્ટિલાઇઝરથી થતાં નુકશાનને અટકાવવા માટે અને જમીન સુધારણા હેતુથી બાયો ફર્ટીલાઇઝરને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોએ કરેલ પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રવાહી NPK બાયો ફર્ટિલાઇઝર ટેકનોલોજી ટ્રાન્સફર માટે તા. 9મી મે 2022ના રોજ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારની આગેવાની હેઠળ અમૂલના એમ.ડી. અમિત વ્યાસ અને આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટિના વાઇસ ચાન્સલર ડૉ. કે.બી.કથીરિયાએ સમજૂતીના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ મિટિંગમાં આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને અમૂલ ડેરીના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...