આડેધડ પાર્કિંગ:આણંદ શહેરમાં ટ્રાફિક નિયમોના પાલનના અભાવથી વાહન ચાલકો-રાહદારીઓ ત્રસ્ત

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદના સ્ટેશન રોડ, ટૂંકી ગલી વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ

આણંદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.ત્યારે આણંદ શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા શહેરના માર્ગો પર ટ્રાફિક નિયમન પાલન કરાવવામાં નહીં આવતા વાહન ચાલકો આડેધડ રીતે વાહનો પાર્ક કરી દેતા હોય છે.

જેના લીધે સ્ટેશન રોડ સહિત ટુંકી ગલી વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ થઇ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીઓનો ભોગ બની રહયા હોવાની ફરીયાદો ઉઠી છે. પ્રાપ્ત વિગત અનુસાર આણંદ શહેરમાં ટ્રાફિક નિયમન પાલન થાય તેવા હેતુથી તંત્ર ધ્વારા આણંદ સ્ટેશન રોડ પર એકી અને બેકી નંબર આપીને વાહન પાર્ક કરવામાં આવે છે.પરંતુ તંત્ર ધ્વારા અમલવારી કરવામાં આવતી નથી.જેના લીધે વાહન ચાલકો આડેધડ રીતે વાહનો પાર્ક કરી દેતા હોય છે.

તેમજ આણંદ ટુંકી ગલી વિસ્તારમાં માર્ગને વન વે જાહેર કર્યો હોવા છતાંય તંત્ર ધ્વારા અમલવારી કરવામાં આવતી નથી.આખરી વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે.બીજી તરફ જુના બસ સ્ટેન્ડ થઈને લક્ષ્મી ચાર રસ્તા માર્ગ વન વે હોવા છતાંય તંત્ર ધ્વારા ફક્ત બોર્ડ મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.

આ અંગે દુકાનદારોએ જણાવેલ કે આણંદ ટ્રાફિક પોલીસ તંત્ર ધ્વારા શહેરમાં સ્ટેશન રોડ ઉપર ટ્રાફિકનું પાલન કરવામાં આવતુ નથી. ફક્ત જીઆરડીના પોલિસ જવાનો ફરજ બજાવે છે. આમ આણંદ શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્રારા આણંદ શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક કરતા તમામ વાહન વાહન માલિકો સામે સિસ્ત ભંગનો કોરડો વિઝીંને કાર્યવાહી હાથ ધરવા માટે માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...