તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લાંભવેલમાં સાસુના હત્યારાએ બે જણા સામે ફરિયાદ નોંધાવી, બે દિ’અગાઉ તલવારના ઘા મારી સાસુની હત્યા કરી હતી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામના બે યુવકોએ માથામાં લાકડી મારતા ઇજાઓ થઇ

આણંદ તાલુકાન લાંભવેલ ગામે શુક્રવારના રોજ પૂર્વ જમાઇ સાસુની તલવારના ઘા ઝીકીને હત્યા કરી હતી.આ હત્યાના બનાવમાં આજે નવો વળાંક આવ્યો છે.જેમાં હત્યારા પૂર્વ જમાઇ દ્વારા પોતાને માર મારનાર લાંભવેલ ગામના બે વ્યક્તિઓ વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આણંદ તાલુકાના લાંભવેલ ગામે પંચાયત પાસે શુક્રવારે બનેલી ઘટનામાં ચકલાસી જાદવપુરા ખાતે રહેતા અને લાંભવેલ ગામે રહેતા રંજનબેન પ્રવીણભાઈ પટેલની નાની દીકરી તન્વી સાથે પ્રેમલગ્ન કરનાર નિકુંજકુમાર શશીકાંતભાઈ બારોટ પોતાની પત્નીને પોતાના ઘરે મોકલી આપવા જણાવતાં લાંભવેલ ગામના પરેશભાઈ અંબાલાલ પટેલ અને ભૂમિતભાઈ પટેલ દ્વારા ઝઘડો કરી નિકુંજભાઈ બારોટને માથાના ભાગે લાકડીથી ઈજા કરી તેમજ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે નિકુંજકુમાર શશીકાંતભાઈ બારોટ દ્વારા આણંદ રૂરલ પોલીસ મથકમાં ભૂમિતભાઈ પટેલ અને પરેશભાઈ અંબાલાલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો