શોધખોળ:રતનપુરા પાસે નહેર પર મોપેડ સ્લીપ થતા માતા-પુત્રી લાપત્તા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી સાંજે તપાસ હાથ ધરાઈ પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો

ઉમરેઠ તાલુકાના રતનપુરા નહેર પર સોમવારે મોડી સાંજે મોપેડ પર જઈ રહેલી માતા અને પુત્રીનું મોપેડ સ્લીપ થતાં બંને જણાં નહેરમાં ખાબક્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટનામાં બંનેનો મોડી સાંજ સુધી કોઈ પત્તો મળ્યો નહોતો. સમગ્ર ઘટનાને પગલે નહેર પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તેમની શોધખોળ હાથ ધરાઈ હતી.

નહેર પરથી મળી આવેલા મોપેડના નંબર પરથી તપાસ કરતાં લાપત્તા બનેલા માતા-પુત્રી મેઘવાના હોવાનું અને તેમનું નામ દર્શના મૃગેશ પટેલ (ઉ.વ. 35) અને માનશી (ઉ.વ. 13) હોવાનું ખૂલ્યું હતું.આ અંગે વાત કરતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, માતા અને પુત્રી બંને જણાં વડોદરાથી પરત આવી રહ્યા હતા. દરમિયાન, એ સમયે આ ઘટના બની હતી. હાલમાં આ ઘટનાની જાણ થતાં ઉમરેઠ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચંી તપાસ કરી હતી. જોકે, મોડી સાંજ સુધી બંનેનો કોઈ પત્તો મળ્યો નહોતો. વધુમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે બાબતે પણ રહસ્ય છે.

અન્ય સમાચારો પણ છે...