આણંદ શહેરમાં ઘણા દિવસોથી ડેન્ગ્યૂની બિમારીએ માંથુ ઉંચકયું છે. આથી શહેરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા જેવા રોગો અટકાવવા મેલિરીયા વિભાગે પાંચ ટીમો બનાવી હતી. ત્યારબાદ ટીમોએ બે દિવસ સુધી બાકરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલ ભયલાલાની ખડકી સહિત અન્ય સ્થળોએ ચકાસણી દરમ્યાન પાણી સંગ્રહ કરી રાખવામાં આવેલા પીપળામાં મસ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. ત્યારબાદ શહેરના પોપાટી નગર, સલાટીયાપુરા,વ્હોરવાડ સહિત પરમાર વગો, બાકરોલ વાડી વિસ્તાર, લીમડી ચોક, ટેકરીવાળું ફળીયું, બહુચરાજી ચોક, આણંદ સરકારી દવાખાના સામેનો વિસ્તાર સહિત 80 એકમોએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.આ સમયે મેલેરીયા વિભાગની ટીમોને કુલ 56 સ્થળોએ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા.
મેલેરિયા વિભાગના અધિકારી મુન્નાભાઈએ જણાવેલ કે તમામ જગ્યાઓએ એનોફિલીસ,કયુલેસ પોરા મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા.જેઓને નોટિસ આપી તકેદારી રાખવા જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. જો કે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે સૌ પ્રથમ ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા જણાવી અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.