તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ડેલ્ટા ટેકમાં 800થી વધુ યુઝર આઈડી કરોડોમાં છેતરપિંડી હોવાની સંભાવના

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદારગંજમાંથી ઝડપી પાડેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા

આણંદ શહેરમાં સરદારગંજમાં ડેલ્ટા ટેક નામની કંપની ખોલીને લોકોને કેપ્ચા વર્ક અંતર્ગત લોભામણી સ્કીમો બતાવી ડિપોઝીટ પેટે લાખો રૂપિયા ઉઘરાવી છેતરપીંડી કરનારા કુખ્યાત જશવંત ધામણીયાને આણંદ શહેર પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે કોવિડ ટેસ્ટ બાદ તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર ઘટનામાં અત્યાર સુધી માત્ર ચાર જ વ્યક્તિઓ સામે આવ્યા છે, ત્યારે પોલીસનું કહેવું એવું છે માત્ર ચાર આઈડી નથી, પરંતુ 800થી વધુ યુઝર આઈડી છે અને તેમાં છેતરપિંડી કરોડોમાં પહોંચે તેટલી છે.

આ અંગે વાત કરતા આણંદ શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બનાવના તપાસ અધિકારી ઈમરાન ધાસુરાએ જણાવ્યું હતું કે, જશવંત ધમણીયાએ સરદારગંજમાં ડેલ્ટા ટેક નામની ઓફિસ ગત ઓગસ્ટમાં શરૂ કરી હતી. કેપ્ચા વર્ક અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી તે રૂપિયા 25 હજારથી લઈ રૂપિયા 50 હજાર અને લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ લેતો હતો. ઊંચુ વળતર મળશે તેવી લલચામણી વાતો કરીને તેણે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી 800 જેટલાં વ્યક્તિઓ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આમ, રકમ કરોડોમાં જઈ શકે તેમ છે. જોકે, હાલમાં પ્રાથમિક પૂછપરછમાં તે સુરેન્દ્ર નામના એક શખ્સનું નામ કહી રહ્યો છે, જેને તે પૈસા મોકલતો હતો. જોકે, તેની ધરપકડ બાકી છે. આરોપી પાસેથી પાંચ કોમ્પ્યુટર અને સાત મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આણંદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સમગ્ર બનાવમાં અત્યાર સુધી કુલ ચાર લોકો સામે આવ્યા છે. અને તેમણે પોતાની પાસે રૂપિયા ચાર લાખની છેતરપિંડી થઈ હોવાની કબુલાત કરતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...