રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ 212 ખાનગી પ્રાથમિક શાળાઓમાં તેની કુલ ક્ષમતાની 25 ટકા બેઠકો પર ધો.1માં નબળા અને તક વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.ચાલવર્ષે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 6007 અરજી આવી છે. જે ગતવર્ષ કરતાં 25 ટકા અરજી આવી છે.જિલ્લાની 212 ખાનગી શાળાઓમાં 1780 એડમિશન આપવામાં આવનાર છે.
કોરોના બાદ મધ્યમર્ગ ભીષ્મ મુકાઇ જતાં છેલ્લા બે વર્ષીથી આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.કોરોના પહેલા મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને ખાનગી સ્કુલોમાં ધો 1 ફી પ્રવેશ મેળવતા ખંચકાતા ન હતા.પરંતુ કોરોના બાદ આર્થિક પરિસ્થિતી થોડી લથડતાં હવે ખાનગી સ્કુલોમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ પણ આરટીઇનો આસરો લઇ રહ્યાં હોવાથી ઓનલાઇન અરજીઓમાં છેલ્લા બે વર્ષમાં વધારો થયો છે. 2019માં આરટીઇ હેઠલ ઓનલાઇન 3200ની આસપાસ આવતી હતી.
દર વર્ષ RTE (રાઇટ ટુ એજયુકેશન) હેઠળ ખાનગી સ્કૂલોમાં ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. વર્ષ2022-23 માટે 30માર્ચથી RTEના ફોર્મ ભરવાની પ્રકિયા શરુ થઇ હતી. . ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થવા સુધીમાં આણંદ જિલ્લામાંથી RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન કુલ 6007 ફોર્મ ભરાયાનું જાણવા મળે છે.
તા. 16 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાંથી કેટલાક ફોર્મ કોઇ કારણથી રીજેકટ કરવામાં આવશે. રીજેકટ થયેલા ફોર્મમાં ખૂટતા જરુરી ડોકયુમેન્ટ અપલોડ કરવા 17 થી 19 એપ્રિલ સુધીનો સમય અપાશે.તા 26મી એપ્રિલે RTE પ્રવેશ પ્રકિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.
RTE હેઠળ 6007 અરજી ઓનલાઇન આવી
આણંદ જિલ્લામાં રાઇટુ એજયુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે અંતિમ તારીખ સુધીમાં 6007 ઓનલાઇન અરજી આવી હતી. જેમાંથી માન્ય રખાયેલી અરજી 3897, રીજેકટ કરાયેલા અરજી 886 તેમજ અન્ય કારણોસર 1224 અરજી રદ કરવામાં આવી છે.
ખાનગી સ્કુલમાં ભણાવવાનો શોખ છે પણ નાણાં નથી
બોરસદ ચોકડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં એક વાલીએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, સારી કંપનીમાં નોકરી હતી જે કોરોનામાં છુટી ગઇ છે. હાલમાં બીજી કંપનીમાં ઓછા વેતનથી નોકરી મળી છે. મારા બાળકને શહેરની સારી ખાનગી સ્કુલમાં ભણવાની મારી ઇચ્છા છે. પરંતુ તેટલી ફી ભરી શકું તેમ ન હોવાથી રાઇટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી કરીને પ્રયત્ન કર્યો છે.
18 કેટેગરીને પ્રવેશમાં અગ્રમીતા અપવામાં આવશે
આરટીઇ અંતર્ગત પ્રવેશ ફાળવણીના ઠરાવ મુજબ કુલ 13 કેટેગરી મુજબ અગ્રતાના ધોરણે બાળકને ધો.૧માં પ્રવેશ ફાળવાશે. જેમાં અનાથ, બાલગૃહના, મંદબુદ્વિ, ખાસ જરૂરિયાતવાળા, વિકલાંગ, ફરજ દરમ્યાન શહીદ થયેલ જવાનો અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો વગેરે 18કેટેગીના બાળકોનો મેરીટ મુજબ પસંદગીમાં સમાવેશ કરાયો છે.
RTE હેઠળ દરેક તાલુકામાં શાળા દીઢ ફાળવેલ બેઠકો
તાલુકો | કુલ શાળા | બેઠકો |
આણંદ | 94 | 933 |
બોરસદ | 34 | 258 |
પેટલાદ | 22 | 188 |
ખંભાત | 22 | 165 |
ઉમરેઠ | 17 | 105 |
આંકલાવ | 6 | 35 |
તારાપુર | 5 | 41 |
કુલ | 212 | 1789 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.