કામગીરી:મેલેરિયા અટકાવવા 5 લાખ કરતાં વધુ લોહીના નમુનાની તપાસ થશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં મચ્છરજન્ય બીમારી અટકાવવા તંત્ર દ્વારા ઠેરઠેર દવા છંટકાવ કામગીરી હાથ ધરાઇ હતી. - Divya Bhaskar
આણંદ શહેરમાં મચ્છરજન્ય બીમારી અટકાવવા તંત્ર દ્વારા ઠેરઠેર દવા છંટકાવ કામગીરી હાથ ધરાઇ હતી.
  • મેલેરિયા વિરોધી જુન માસની ઉજવણી કરાશે
  • ગત વર્ષે 4 લાખ ઉપરાંત લોહીના નમુનાની તપાસ થઇ હતી

કોરોનાની સાથે હાલમાં મેલેરીયા, ડેન્ગ્યુના કેસોનું પ઼માણ ચોમાસા સિઝનમાં વધુ ફેલાય નહીં તે માટે આણંદ જિલ્લા મેલેરિયા વિભાગે મેલેરિયા વિરોધી જુન માસની ઉજવણી કરવાનું આયોજન કર્યુ છે. ત્યારે આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ના ભાગરૂપે તંત્ર દ્વારા 248 મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો,248 ફિમેલ હેલ્થ વર્કરો,1717 જેટલી આશા વર્કર બહેનો દ્વારા ધેર ધેર ફરીને મચ્છર ઉત્પતિ સ્થાનો પર દવા છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરાશે.પરંતુ ગત વર્ષે ચાર લાખ ઉપરાંત લોહીના નમુના તપાસવામાં આવ્યા હતા.પરંતુ ચાલુ વર્ષે તંત્ર દ્વારા કોરોનાની બીજી લહેરના પગલે 5 લાખ કરતાં વધુ લોહીના નમુના તપાસ કરાશે.

આણંદમાં મસ્છરજન્ય રોગચાળો નાબુદી માટે દવા છંટકાવ, દવા વિતરણ,ખુલ્લી જગ્યાઓએ મસ્છર નાબુદી માટે કામગીરી હાથ ધરવામાં આવશે.બીજી તરફ કોરોનાની સાથે મેલેરીયા, ડેન્ગ્યુના કેસો અટકાવવાના ભાગરૂપે તંત્ર દ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો ફિમેલ હેલ્થ વર્કરો,આશાવર્કર બહેનોની સર્વેલન્સ ટીમો ધ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાશે.

ત્યારબાદ મસ્છરોની નાબુદી માટે પાણી ભરાઈ રહેતા ખુલ્લી જગ્યોમાં સાફ સફાઈ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવશે.બીજી તરફ આણંદ પાલિકા દ્વારા પાણીની ટાંકીઓ સાફ સફાઈ રાખવા માટે નગરજનોને અપીલ પણ કરવામાં આવી રહેલ છે. ત્યારબાદ પાણીના કુંડાની સાફ સફાઈ કરવા માટે સુચનાઓ પણ આપવામાં આવનાર છે.

ટુંક સમયમાં ટીમો સાથે વર્કશોપ દ્વારા સમજ અપાશે
આણંદ શહેરમાં મસ્છરજન્ય રોગચાળો નાબુદી માટે ઠેરઠેર દવા છંટકાવ, દવા વિતરણ,ખુલ્લી જગ્યાઓએ મસ્છર નાબુદી માટે 5 ટીમો થકી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.ત્યારે આગામી દિવસોમાં મેલેરીયા નાબુદી માટે ટુંક સમયમાં ટીમો સાથે વર્કશોપનું આયોજન કર્યુ છે.જેમાં મેલેરીયા જેવી બિમારીઓ કઈ રીતે અટકાવી શકાય તેની સમજ આપવામાં આવશે.- ડો.આલોક, જીલ્લા મેલેરીયા વિભાગ આણંદ

અન્ય સમાચારો પણ છે...