• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • More Than 400 Students From Across The Country Participated In The 36 hour Offline Hackathon Competition Organized By Vasad's SVIT.

"હેક એસવીઆઈટી":વાસદની એસવીઆઈટી દ્વારા 36 કલાકની ઓફલાઇન હેકાથોન સ્પર્ધાનું આયોજન, દેશના 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં કોવિડ પછીની પ્રથમ ઓફલાઈન ઈવેન્ટ, 400થી વધુ વિદ્યાર્થી સહભાગી થયા
  • મુખ્ય થીમ બ્લોક ચેઈન, ફિનટેક, સમાજ કલ્યાણ, શિક્ષણ અને ઓપન ઈનોવેશન રાખવામાં આવી

વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે કોવિડ પછી પ્રથમ 36 કલાકની ઓફલાઇન હેકાથોન સ્પર્ધા "હેક એસવીઆઈટી"નું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ ભાગોમાંથી 400 પ્રતિભાગીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ હેકાથોનમાં મુખ્ય થીમ બ્લોક ચેઈન, ફિનટેક, સમાજ કલ્યાણ, આબોહવા પરિવર્તન, શિક્ષણ અને ઓપન ઈનોવેશન રાખવામાં આવી હતી.

હેક ક્લબ એસવીઆઈટી અને કોડિંગ ક્લબ એસવીઆઈટી દ્વારા આર એન્ડ ડી સેલ અને સંસ્થાની ઇનોવેશન કાઉન્સિલના નેજા હેઠળ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી વાસદ ખાતે યોજવામાં આવી હતી. જે ગુજરાતમાં કોવિડ પછીની પ્રથમ ઓફલાઈન 36 કલાકની મેરેથોન હેકેથોન ઈવેન્ટ હતી અને દેશમાંથી 400 પ્રતિભાગીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હેક એસવીઆઈટીએ શીખવાની, સમુદાય નિર્માણ અને ટીમ વર્કની 36 કલાકની ઉજવણી હતી. જ્યાં સહભાગીઓને તેમના વિચારો પર કામ કરવાની અને અદભૂત પ્રોજેક્ટ્સ બનાવવાની, વર્કશોપમાં હાજરી આપવા અને માર્ગદર્શન સત્રો, નેટવર્કિંગ સત્રો અને મનોરંજક મિની-ઇવેન્ટ્સની તક મળી હતી.

આ હેકાથોન માટેની મુખ્ય થીમ બ્લોક ચેઈન, ફિનટેક, સમાજ કલ્યાણ, આબોહવા પરિવર્તન, શિક્ષણ અને ઓપન ઈનોવેશન રાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાત રાજ્યોમાંથી દેશભરની વિવિધ એન્જિનિયરિંગ કોલેજોની 118 ટીમોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી હતી.

આ કાર્યક્રમના પ્રારંભિક સ્ક્રુટીની રાઉન્ડ પછી 95 ટીમોને સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હતી આ 36 કલાક દરમિયાન ત્રણ રાઉન્ડમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સતત ધોરણે તેમના વિચારના અમલીકરણના સંદર્ભમાં વિવિધ પરિમાણો હેઠળ મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. પિચિંગ માટે ટોચની 10 ટીમોની પસંદગી કરવામાં આવી અને જ્યુરીએ વિજેતા ટીમોના નામ જાહેર કર્યા. હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કોલકાતાની ટીમ પ્રથમ વિજેતા રહી હતી.બાદમાં વેલટેક યુનિવર્સિટી, ચેન્નાઈની ટીમ “ધ રેન્ડમ્સ” પ્રથમ રનર અપ અને દ્રોણાચાર્ય કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગુડગાંવની બીજી રનર અપ ટીમ “બાયોમ 22” રહી હતી.આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ટીમોને સહભાગીતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. વિવિધ ઉદ્યોગો અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના માર્ગદર્શકો અને જ્યુરી સભ્યોએ વિદ્યાર્થીઓની ટીમોને જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે તેમના સપનાઓ પર કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ચેરમેન રોનકભાઈ પટેલ, સેક્રેટરી ગૌરાંગભાઈ પટેલ, વાઇસ ચેરમેન હાર્દિકભાઈ પટેલ, ખજાનચી અલ્પેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી નૈતિકભાઈપટેલ, ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડો. એસ.ડી. ટોલીવાલ, આર એન્ડ ડીના ડીન ડો. પી.વી. રમણાએ વિદાય સમારંભ અને ઈનામ વિતરણ સમારોહ પ્રસંગે તમામ વિજેતાઓ, સહભાગીઓ અને હેક એસવીઆઈટી આયોજક ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...