તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજીવન:ચાંગાની ચારુસેટ હોસ્પિટલમાં 400થી વધુ ગંભીર બિમારી ધરાવતા નવજાત શીશુની નિઃશુલ્ક સારવાર કરાઇ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરડીએસ, મેકોનીઅમ અસ્પીરેશન સિન્ડ્રોમ, સેપસીસ, કમળો અને જન્મ સમયે શ્વાસ ન લઇ શકતા બાળકોને નવજીવન બક્ષ્યું

આણંદના ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગના એનઆઈસીયમાં છેલ્લા છ મહિનામાં 400થી વધુ ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓને નિઃશુલ્ક સારવાર આપી નવજીવન બક્ષ્યું છે. આ નવજાત બાળકોને આરડીએસ, મેકોનીઅમ અસ્પીરેશન સિન્ડ્રોમ, સેપસીસ, કમળો, જન્મ સમયે શ્વાસ ન લેવાથી ખેંચ આવતી હોય તેવા રોગોનો સમાવેશ થાય છે.

ચાંગા સ્થિત એનએબીએચ પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન પણ બાળ રોગ વિભાગના નીયો નેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટમાં છેલ્લા છ માસમાં 400થી પણ વધારે ગંભીર નવજાત શિશુઓની સારવાર તદ્દન નિ:શુલ્ક કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ ઓછા વજનવાળા બાળકો કે જેમનું વજન 01 કિલો કરતાં પણ ઓછું હતું. તેવા ગરીબ પરિવારમાં જન્મેલા બાળકોને સરકારની બાલ સખા-03 યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે.

આણંદ અને ખેડા જિલ્લાના વિભિન્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જન્મ થયેલા અને રીફર થયેલા ગંભીર બાળકો જેમ કે RDS, મેકોનીઅમ અસ્પીરેશન સિન્ડ્રોમ, સેપસીસ, કમળો, જન્મ સમયે શ્વાસ ન લેવાથી ખેંચ આવતી હોય તેવા બાળકો, મગજના ચેપ મેનીન્જાયટીસના રોગથી પીડાતા બાળકોની સારવાર ચારુસેટ હોસ્પિટલમાં અનુભવી નિષ્ણાત પીડિયાટ્રીશિયન ડો.હાર્દિક ગુપ્તા અને નર્સિંગ સ્ટાફ દ્વારા 24 કલાક સારવાર આપવામાં આવે છે.

મહત્વનું છે કે, ચારુસેટ હોસ્પિટલમાં દાખલ થયેલા નવજાત શિશુઓ સાથે તેમની માતાઓને પણ સાથે રાખી કાંગારૂ પદ્ધતિ દ્વારા વજન વધારવાની પ્રક્રિયા કરવામાં આવે છે. દાખલ થયેલા બાળકોની માતાઓ માટે પણ જમવા સાથે રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. સરકારની યોજનાનો લાભ દરેકને મળી રહે તે માટે ચારુસેટ હોસ્પિટલ સતત કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...