તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાનો ભય:આણંદમાં ઋતુગત રોગચાળાનો ભરડો 2 દિ’માં ડેન્ગ્યુ, મેલેરિયાના 40થી વધુ દર્દી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાએ રોગચાળાને નાથવા માટે ડોર ટુ ડોર સર્વે-ફોગિંગ જેવી કામગીરી હાથ ધરી છે પરંતુ જાણે તે દેખાડા પૂરતી છે

આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકન ગુનિયા જેવા ઋતુગત રોગચાળાએ માથુ ઉંચક્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા છે પરંતુ ખાનગરી હોસ્પિટલમાં ઋતુગત બીમારીના 40થી વધુ દર્દી છે. પાલિકાએ રોગચાળાને નાથવા માટે ડોર ટુ ડોર સર્વે અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરી છે પરંતુ જાણે તે દેખાડા પૂરતી છે.

આરોગ્ય વિભાગના ચોપડે ગણ્યા ગાંઠયા દર્દી છે. પરંતુ ગુજરાતી ચોક, ભાલેજ ઓવરબ્રિજ, કપાસિયા બજાર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુના 12 કેસ,મેલેરિયા, ચિકન ગુનિયા,તાવ બિમારીના 40 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યુના 8 કેસમાં મુખ્યત્વે આણંદ-બાકરોલ રોડ , હરીઓમ નગર, આણંદ-વિધાનગર રોડ આવેલી આનંદ વિલા સોસાયટીમાં બે યુવક, રાધાસ્વામી દર્શન સોસાયટીમાં એક યુવતી ઉ.વ.20, આણંદ અક્ષર ફાર્મ રોડ મેલડી કૃપા સોસાયટીમાં એક યુવક, આણંદ ગોપી ટોકીઝ સામે રહેતી એક કિશોરીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...