લમ્પીની લપ:એક દિવસમાં 4 હજારથી વધુ પશુને રસી મૂકાઇ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ લમ્પીના 30 કેસના સેમ્પલ ભોપાલ મોકલાયા
  • રિપોર્ટ 10 દિવસ બાદ આવશે, શંકાસ્પદ કેસો શોધવા સરવે

આણંદ જિલ્લામાં બોરસદ,ખંભાત અને પેટલાદ વિસ્તારમાંથી શંકાસ્પદ લમ્પીના 30 થી વધુ કેસ મળી આવતાં પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ગામેગામ અમૂુલ ડેરીના સર્વેની કામગીરી હાથધરી છે. જિલ્લાના અન્ય તાલુકામાં છુટા છવાયા શંકાસ્પદ કેસ જોવા મળ્યો હોવાનું પશુપાલન વિભાગ જિલ્લા પંચાયતના સૂુત્રોએ જણાવ્યું હતું. જો કે હાલમાં પશુઓના સેમ્પલ લઇને તપાસ માટે ભોપાલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.જેનો રિપોર્ટ 10 દિવસે આવશે.

આણંદ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મંગળવારે બોરસદના ભાદરણીયા, ખંભાતના વડગામ, પાંદડ સહિતના વિસ્તાર અને પેટલાદના વટાવ અને આસપાસના ગામોમાં પશુપાલન વિભાગની ટીમો સર્વેની કામગીરી હાથ ધરી છે તમામ પશુઓને વેક્સિન આપવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 4 હજારથી વધુ પશુઓને વેક્સિન આપવામાં આવી છે.

આણંદ જિલ્લામાં પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ પશુપાલન અને અમૂલ ડેરીની ટીમો કામ કરી રહી છે. જિલ્લાના અન્ય ગામોમાં શંકાસ્પદ કેસ હોવાની સંભાવના છે.તેને ધ્યાને લઇને તાલુકા પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા ગામેગામ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમૂલ ડેરી પાસે વેક્સિનનો સ્ટોક પુરતા પ્રમાણમાં
આણંદ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગને સરકાર દ્વારા તાત્કાલિક2000 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. તેમજ આગામી બે ત્રણ દિવસમાં બીજા ડોઝ ફાળવવામાં આવશે. જો કે આણંદ અમૂલ ડેરી પાસે હાલમાં પશુઓને મુકવા માટે વેક્સિન પુરતો ડોઝ છે. જેથી જિલ્લામાં હાલકોઇ મુશ્કેલી પડે તેમ નથી.> ડૉ સ્નેહલ પટેલ, પશુપાલન વિભાગ અધિકારી, આણંદ

ખંભાતના 10થી વધુ ગામોમાં શંકાસ્પદ લમ્પીના કેસ
આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાના ગુડેલ તામસા વડગામ પાંદડ નગરા બામણવા વટાદરા સહિતના ગામોમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુઓની સારવાર કરીને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. તેમજ કેટલાંક પશુઓના બ્લડ સેમ્પલ લઇને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યાછે.

અન્ય સમાચારો પણ છે...