વિકાસના કામો અટકી પડયા:ચરોતરમાં કવોરી ઉદ્યોગની હડતાળથી 300થી વધુ રસ્તા, ગરનાળા અને ડામરના કામો અટકી જતાં તંત્ર મૂંઝવણમાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ વિભાગના અનેક કામો ખોરંભે
  • ચોમાસા પહેલા વિકાસના કામો પૂર્ણ નહીં થાય તો અધૂરા રોડ રસ્તા ધોવાઇ જતાં ભારે નુકશાન થવાની સંભાવના

ગુજરાત કવોરી ઉદ્યોગ દ્વારા બંધ એલાન આપવામાં આવતાં ખેડા અને પંચમહાલ જિલ્લાના કવોરી ઉદ્યોગ બંધ રહેતા આણંદ-ખેડા જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તક સહિત માર્ગ મકાન વિભાગ દ્વારા હાથધરવામાં આવેલા વિકાસના કામો અટકી પડયા છે. આણંદ-ખેડા જિલ્લામાં કાચા રસ્તા પાકા ડામર રોડ, ગરનાળા, તેમજ પેચવર્ક સહિતના 300થી વધુ કામો અટવાઇ ગયા છે.

કેટલીક જગ્યાએ ગટર યોજના કામોને આડકતરી અસર વર્તાઇ રહી છે. જયારે ચોમાસાના આડે માંડ એક માસ રહ્યો છે.ત્યારે વિકાસના કામો પૂર્ણ ન થાય તો ચોમાસામાં લોકોના અવરજવર મુશ્કેલીયઓ પડે તેમજ અધુરા કામોને કારણે વરસાદમાં રોડરસ્તા ધોવાઇ જાય સરકારને નુકશાન થવાની ભીંતી વર્તાઇ રહી છે.

આણંદ જિલ્લા પંચાયત હસ્તક વિકાસના કામો 140 વધુ જુદા જુદા ગામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના કામો 50 ટકા ઉપરાંત કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હાલમાં કવોરી ઉદ્યોગની હડતાળના પગલે રો મટરીયલ જેવા કપચી, કપચીનો ડસ્ટ વગેરે જથ્થો મળતો નહીં હોવાથી મોટાભાગ અટવાઇ ગયા છે. ચોમાસુ માથે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પહેલા વિકાસના કામો પૂર્ણ આયોજન હાથધરવામાં આવ્યું હતું. પરંતુ હાલકપચી, ડસ્ટ વગેરે મળતાં નથી. તેના કારણે કાચા રસ્તા, આરસીસીરોડ, ડામર રોડ , ગટર સહિતના કામો પર સીધી અસર થઇ છે. તેવી રીતે ખેડા જિલ્લા માં માર્ગ મકાન અને જિલ્લા પંચાયત હસ્તકના 160 વધુ કામોને સીધી અસર વર્તાઇ રહી છે.

કવોરી ઉદ્યોગની હડતાળના પગલે રોડ,રસ્તા અનેગટરના કામો સીધી અસર પડી છે. તો બીજી બાજુ ચરોતરના બિલ્ડર્સ એસોશિએશન બાંધકામ અટકી પડયા છે. સ્લેબ ભરવા માટે કપચી ની જરૂરી પડે છે. જે હાલ મળતી નથી.તેના કારણે બિલ્ડર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

ચોમાસા પહેલા હડતાળ નહીં સમેટાય તો વિકાસકામો અવરોધાતાં મુશ્કેલી થશે
ખેડા જિલ્લાના વહીવટી તંત્રના વિભાગના એક અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, કવોરી ઉદ્યોગની હડતાળ ઝડપથી નહીં સમેટાઇ તો પ્રિ-મોનસુન કામગીરી સહિત રોડ,રસ્તા સહિતના વિકાસના કામો અટકી પડતાં મોટી મુશ્કેલી સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...