આણંદ જિલ્લામાં 1069 શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના છેલ્લા ચાર દાયકાથી ચાલી રહી છે. હાલમાં આણંદ જિલ્લાના 1.94 લાખ ઉપરાંત બાળકો મધ્યાહન ભોજન યોજના લાભ લે છે. જિલ્લાની પ્રાથમિક શાળા બાળકો કૃપોષણ દૂર થાય તેમજ પોષ્ટીક આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલ મુકવામાં આવી છે.
જો કે છેલ્લા પોણા બે વર્ષથી શાળાઓ બંધ હતી. ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. તેને ધ્યાને લઇને શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સ્વાસ્થય જળવાઇ રહે તેમાટે સરકાર દ્વારા ઘેર બેઠા બાળકોને મધ્યાનહન ભોજન યોજના લાભ મળી રહે તે માટે ધો 1થી 5માં વિદ્યાર્થી દીઠ પ્રતિદિન રૂા 4.97 લેખે અને ધો6 થી 8માં વિદ્યાર્થી દીઠ રૂા 7.45 લેખે 1.94 લાખ બાળકોને ઘેર ફુડ એલાઉન્સ સરકાર દ્વારા પોણા બે વર્ષમાં શૈક્ષણિક દિન મુજબ અંદાજે 30.20 કરોડ રકમ ઘેર બેઠા ચુકવવામાં આવી છે.
આણંદ જિલ્લા કોરોના સંક્રમણનો પ્રારંભ થતાં 25મી માર્ચ 2020થી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જે 7મી ફેબ્રુઆરી 2022 સુધી બંધ રહી હતી. આમ પોણા બે વર્ષ શાળાઓ બંધ રહી હતી. તે સમય ગાળા દરમિયાન વિદ્યાર્થી ઘેર બેઠા મધ્યાહન ભોજન લાભ મળી રહે તે માટે ચણા,કઠોલ, ચોખા, ઘંઉ અને તેલ મળી એક દિવસ ફુડ એલાઉન્સ ઘેર બેઠા ચુકવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ પુરવઠા વિભાગ જિલ્લાના 1.94 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને 30.20 કરોડ ઉપરાંતનું કુંકિગ કોસ્ટ એટલે ફૂડ એલાઉન્સ ચુકવામાં આવ્યું છે.
તાલુકાવાર મ.ભ.યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા
તાલુકો | ધો 1થી 5 | ધો 6 થી 8 | કુલ |
આણંદ (શહેર) | 4154 | 2476 | 6030 |
આણંદ (ગ્રામ્ય) | 24022 | 14538 | 38560 |
ઉમરેઠ | 12608 | 7269 | 19877 |
બોરસદ | 24495 | 14223 | 38718 |
આંકલાવ | 11322 | 6812 | 18134 |
પેટલાદ | 16776 | 10431 | 27117 |
સોજીત્રા | 6314 | 3592 | 9906 |
ખંભાત | 16183 | 9214 | 25307 |
તારાપુર | 6638 | 3479 | 10117 |
કુલ | 122512 | 71944 | 194456 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.