કોરોના અપડેટ:જિલ્લામાં વાતાવરણ બદલાતાં બે દિવસમાં 250થી વધુ ઓપીડી; કોરોનાના વધુ 5 કેસ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક્ટિવ કેસ કુલ 21 અને ત્રણ દર્દી સાજા થયા, કુલ 1187ને રસીકરણ કરવામાં આવ્યુ

આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ વાળુ વાતાવરણ રહેતાં શરદી ખાસી સહિત વાયરલ બિમારી માથું ઉંચકયું છે.ત્યારે આણંદ સિવિલ હોસ્પિટમાં બે દિવસમાં 250થી વધુ ઓપીડી કેસમાંથી 50 ટકા કેસ વાયરલ ફિવરના જોવા મળ્યાં હતા. વરસાદને કારણે કાદવ કિચ્ચડ ફેલાઇ જતાં જીવતોનો ઉપદ્વવ વધી જતાં વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. બીજી બાજુ ભેજવાળા વાતાવરણના પગલે કોરોના સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. જૂન માસમાં 22 દિવસમાં 49 કેસ નોંધાયા હતા. તેની સામે જુલાઇના પ્રથમ સપ્તાહમાં 26 કેસ નોંધાયા છે. આમ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું તેમ શુક્રવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસ કુલ 21 અને ત્રણ દર્દી સાજા થયા, કુલ 1187 રસીકરણ કરવામાં આવ્યુ છે. પ્રાપ્ત વિગત મુજબ આણંદ શહેરના છેવાડા વિસ્તારમાં જેવા સલાટિયા વિસ્તાર, સામરખા ચોકડી, મંગળપુરા સહિતના છેવાડે આવેલી ઝુંપડપટ્ટીઓમાં ગંદકીના કારણે તાવ, શરદી ,ખાસીના કેસમાં વધારો થઇ રહ્યો છે.

આણંદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસ બે દિવસમાં 250 વધુ નોંધાયા છે. બીજી તરફ શુક્રવારે આણંદ જીલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા છે. જેમાં આણંદ તાલુકામાં 4 કેસ ,ખંભાતમાં એક કેસ તંત્રના ચોપડે નોંધાયા છે.જેમાં 20 દર્દી હોમ આઇસોલેશન એકટીવ કેસ 21,સાજા થયેલા કુલ 3 દર્દી સહિત 1187 રસીકરણ કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...