પાકા બાંધકામની કુટિરનો પ્રોજેક્ટ:આણંદ જિલ્લામાં 25થી વધુ ગ્રામ પંચાયતે વનકુટિર માટે કરેલી અરજીઓ અટવાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતોએ અરજી કરી પરંતુ ધારાસભ્યની ભલામણનો પત્ર ન જોડ્યો

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતો અને વન કર્મચારીઓ બપોરે આરામ કરી શકે તે માટે રાજય સરકારના વન વિભાગ દ્વારા વન કુટિર બનાવવાનો પ્રોજેકટ અમલ મુકયો છે. પરંતુ વન કુટિર માટે ધારાસભ્યની ભલામણ જરૂરી છે. આણંદ જિલ્લામાં 5 વર્ષ અગાઉ વન કુટિર સાદા નળીયાથી બનાવવામાં આવતી હતી. હવે વન વિભાગે નિયત કરેલી ડીઝાઇન મુજબ પાકા બાંધકામવાળી વન કુટિર બનાવવામાં આવે છે. જે માટે આણંદ જિલ્લાની 25થી વધુ ગ્રામ પંચાયતો દ્વારા વન કુટિર માટે અરજી કરી છે. જિલ્લામાં પાકા બાંધકામ વાળી માંડ ચારેક વન કુટિર બનાવી છે.

જ્યારે બાકીની અરજીઓ વન વિભાગ પડી રહી છે. તેનો કોઇ જ નિકાલ કરવામાં આવતો નથી. ગ્રામ સમુદાયની પર્યાવરણીય અને વનીકરણ સંબંધી જાગૃતિ લાવવા માટે આ વન કુટિરનું વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેછે. જેમાં ગામના ચાર રસ્તાઓ, બસ સ્ટેશન કે વધારે લોકોની અવર જવર થતી હોય તેવી જગ્યા પસંદ કરી, ગ્રામપંચાયતે ઠરાવ કરી, તાલુકાના પરિક્ષેત્ર વનઅધિકારીને અરજી કરવાની હોય છે.

ખાસ કરીને વન કર્મીઓ અને ખેડૂતો વન કુટિરમાં બેસીને પર્યાવરણ અંગેની માહિતી મેળવી શકે,લોકોની સામૂહિક મીટિંગ કે વિકાસનાં કાર્યો અંગેની જૂથ મીટિંગ તેમજ આરામ કરી શકે તે માટે વન કુટિર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવે છે. પરંતુ આણંદ જિલ્લામાં હજુ પાકા બાંધકામ વાળી વન કુટિર કયાં જોવા મળતી નથી. આણંદ વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જુદા જુદા ગામોમાંથી વન કુટિર બનાવવા માટે 25 થી વધુ અરજી મળી છે. તેમાં ધારાસભ્યની ભલામણ ન હોવાથી અરજી અટકી ગઇ છે.

અરજી સાથે જોડવાના કાગળો અંગે જાગૃતિનો અભાવ
આણંદ વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વન કુટિર માટે જે તે વિસ્તારના ધારાસભ્યની ભલામણ હોય તો વન કુટિર બનાવવાની મંજૂરી મળે છે. આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા વન કુટિરની અરજી કરવામાં આવે છે. તેમાં સ્થાનિક ધારાસભ્યની ભલામણનો પત્ર જાણકારીના અભાવે જોડલો હોતો નથી.

અન્ય સમાચારો પણ છે...