આણંદ નગર પાલિકા દ્વારા બોરસદ ચોકડીથી જીટોડીયા દાંડી માર્ગ પર વીજ બચતના હેતુથી નવી એલઇડી લાઇટો મુકવામાં આવી છે. ત્યારે આણંદ પાલિકાએ જુનો કોન્ટ્રાકટ બદલીને નવેસરથી કોન્ટ્રાકટર આપ્યો હોવા છતાંય જીટોડીયા મહાવીર સોસાયટી ચાર રસ્તાથી જીટોડીયા ગામ સુધીના રોડ પર અંદાજે 21થી વધુ વીજપોલની ડિવાઇડર લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે.
આ અંગે સ્થાનિક વિસ્તારના જગદીશભાઈ પટેલ સહિત અન્ય રહિશોએ જણાવેલ કે અમો પાલિકામાં ટેક્ષ ભરપાઈ કરવા છતાંય મળવા પાત્ર સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જેના કારણે રાત્રિના સમયે રખડતી ગાયો માર્ગ પર અડીંગો જમાવીને બેસી રહેતી હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડે છે. આમ,આણંદ નગર પાલિકા દિવાબતી વિભાગે આળસ ખંખેરી વહેલી તકે સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.