મતદાર જાગૃતિ:આણંદ જિલ્લામાં 20 હજારથી વધુ યુવાઓ મતદાર જાગૃતિ અભિયાનમાં સામેલ થયા, મતદાર પ્રતિજ્ઞા લીધી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.

આણંદ જિલ્લામાં સ્વીપ અન્વયે હાથ ધરાયેલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 390 કરતાં વધારે શાળાઓ તેમજ 25 જેટલી કોલેજોના યુવાઓએ મતદારોમાં જાગૃતિ આવે અને જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અર્થે મતદાર પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની 390 કરતાં વધારે શાળાઓના 8655 વિદ્યાર્થીઓ તથા 25 જેટલી કોલેજોના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ 20,655 જેટલા યુવાઓએ ઉત્સાહભેર ભાગ લઈને મતદારો સુધી અવશ્ય મતદાન કરવાનો સંદેશો પહોચાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...