નોલેજ એટ ફીંગર ટીપ:18 હજાર કરતાં વધુ ઈ-બુક્સ જ્યારે 9 હજાર કરતાં વધુ ઈ-જર્નલ્સની માહિતી હવે ઘેર બેઠાં મેળવી શકાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.સંલગ્ન ભાઈકાકા લાઈબ્રેરીમાં ‘એસપીયુ ઈ-લાઈબ્રેરી’નું અનાવરણ

કોવિડ-19ના સમયગાળામાં જ્યારે વર્ક એટ હોમ અને ઓનલાઈન અભ્યાસની સ્થિતિ સર્જાઈ ત્યારે એને પગલે અનેક સ્કોલર વિદ્યાર્થીઓ લાયબ્રેરીનો ઉપયોગ કરી શકતા નહોતા. જોકે, વિકટ સ્થિતિમાંથી જ છેલ્લાં બે વર્ષની અથાગ મહેનત બાદ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન ભાઈકાકા લાઈબ્રેરીમાં ઈ લાઈબ્રેરી અસ્તિત્વમાં આવી. થોડાં સમય પહેલાં જ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલ દ્વારા તેનું અનાવરણ કરી ખુલ્લી મુકવામાં આવી. અલબત્ત આ પ્રંસગે તેમણે કહ્યું કે, નોલેજ એટ ફીંગર ટીપની ઉક્તિને સાચે જ વલ્લભવિદ્યાનગર સ્થિત ભાઈકાકા લાયબ્રેરીએ સાર્થક કરી છે.

ભાઈકાકા ગ્રંથાલયની મોબાઈલ એપ્લિકેશન એસપીયુ ઈ લાયબ્રેરીની મદદથી વિદ્યાર્થીઓ ઘેરબેઠાં ઈ-પુસ્તકો, ઈ-થીસીસ ઈ-જર્નલ્સને મોબાઈલ તેમજ કમ્પ્યુટરની મદદથી વાંચી અને ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશનની મદદથી 18 હજાર કરતાં વધારે ઈ બુક્સ, 9 હજાર કરતાં વધારે ઈ જર્નલ્સ, વિડિયો લેકચરર્સ જેવી અન્ય વાંચન સામગ્રી ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, આ વાંચન સામગ્રીનો મોટો ફાયદો એ છે કે એક જ વિષયવસ્તુ, એકી સાથે એક સમયે ઘણા યુઝર વાંચી શકે છે અને ડાઉનલોડ કરી શકે છે. આ સેવા અવિરતપણે ચાલુ રહે છે. જેથી સમયની અનુકુળતા મુજબ વાંચક વાંચન સામગ્રીને વાંચી શકશે.

હાલમાં એક હજાર વિદ્યાર્થીઓને એકસેસ આપવામાં આવ્યું છે
કોવિડ 19ની સ્થિતિ બાદ યુનિવર્સિટીના સહયોગથી સેવા શરૂ કરાઈ છે. એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક સેવા છે. હાલમાં ફેકલ્ટી, પીએચડીના વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ મળી કુલ એક હજાર વિદ્યાર્થીઓને તેનું એક્સેસ આપવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓના ઈ મેઈલ એડ્રેસ પર તેનો પાસવર્ડ જશે અને તે પાસવર્ડની મદદથી સરળતાથી તેઓ લોગ ઈન કરીને તેનો ઉપયોગ કરી
શકશે.> શિશિર માંડલિયા, લાયબ્રેરીયન, ભાઈકાકા લાઈબ્રેરી.

અન્ય સમાચારો પણ છે...