પદયાત્રા:આણંદ-ખેડા જિલ્લાના 158થી વધુ પગપાળા સંઘ અંબાજી પહોંચશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાના માર્ગો પરથી ગુરુવાર 20 સંઘો રવાના
  • આણંદ- ખેડામાં પદયાત્રિકો માટે 15 સેવા કેમ્પો ઉભા કરાયા

ભાદરવી પૂનમે અંબાજી ખાતે આવેલ માં આદ્યશક્તિના દર્શન કરવાનો અનેરો મહિમા હોય અને સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને પગપાળા સંઘો પૂનમે અંબાજી પહોચે છે. આણંદ અને ખેડા જિલ્લામાં દર વર્ષે મોટી સંખ્યામાં પગપાળા સંઘો રવાના થાય છે. આ વખતે આણંદ અને ખેડા િજલ્લાના 158થી વધુ પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા માટે પ્રયાણ કર્યુ છે. જેના પગલે ચરોતરના માર્ગોમાં મા જગદંબાની 52 ગજની ધજાઓ છવાયેલી જોવા મળે છે.

ચરોતરમાંથી પસાર થતાં પદયાત્રી સંઘો માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર વિસામા તથા ચા-પાણી નાસ્તાના સેવાકેન્દ્રો ઉભા કરી સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં વાસદ, ભૂમેલ ચોકડી, ઉત્તરસંડા ચોકડી તથા નડિયાદ કોલેજ રોડ પર પદયાત્રિકો માટે સેવા કેન્દ્રો ધમધમી રહ્યા છે. આણંદ જિલ્લામાં 60થી વધુ પગપાળા સંઘોએ પ્રયાણ કર્યુ છે. આણંદ લોટીયાભાગોળ અંબિકા ચોક મંડળ દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પગપાળા સંઘ રવાના થયો છે.

આણંદ-ખેડા જિલ્લાના ગામે ગામ શ્રદ્ધાળુ ભક્તો પગપાળા સંઘોમાં જોડાઇને અંબાજી પહોંચવા માટે ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે. આણંદ શહેરમાંથી બુધવાર બપોરે ભરૂચથી આવેલ પદયાત્રિ સંઘ રવાના થયો લોકોએ ઠેર-ઠેર માતાજીની આરતી ઉતારી વધામણાં કર્યા આ સંઘમાં 150થી વધુ યુવકો જોડાયાં હતાં. જંત્રાલ ગામેથી પણ સતત 18માં વર્ષે અંબાજી સંઘ રવાના થયો છે. આ ઉપરાંત ખંભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, આણંદ, નડિયાદ, મહેમદાવાદ વગેરે તાલુકામાંથી સંઘો રવાના થયા છે.

ખડોલ(હ)થી 25 વર્ષથી પગપાળા સંધ જાય છે
આંકલાવ તાલુકાના ખડોલ(હ)ના ભાવિકો છેલ્લા 25 વર્ષથી ભાદરવી પૂનમે અંબાજી પગપાળા સંધ જાય છે.જેમાં 150 વધુ શ્રધ્ધાળુઓ જોડાય છે. માતાજીના દર્શન કરવાની ભાવનાથી જતાં હોવાથી તેઓને વરસાદ કે તડકો નડતો નથી. તેમજ સંધમાં દાતોઆ દ્વારા જમવા સહિતની વ્યવસ્થા કરવા માં આવે છે. - લક્ષ્મણભાઇ ડાભી, પદયાત્રિક, ખડોલ(હ)

અન્ય સમાચારો પણ છે...