તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં ઓલ ઇન્ડિયા હેર એન્ડ બ્યુટી એસોશિએશન, બ્યુટી સલુન ઇન્ટરનેશનલ ટ્રેડ શો હેઠળ બ્રાઇડલ મેકઅપ આર્ટીસ્ટોએ 1 કલાકમાં 1500 વધુ બ્રાઇડલને તૈયાર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મેળવ્યું છે. જેમાં આણંદ આહિબા માંથી કિજલ પરીખ, યોગીતા પટેલ,જીજ્ઞાશા પટેલ, ક્રિષ્ના પ્રજાપતિએ સહિતની બહેનોએ ભાગ લીધો હતો.ક્રિષ્ના બ્યુટી પાર્લરના પ્રિયકા સોની સહિતની બહેનોએ બ્રાઇડલ મેકઅપ ભાગ લઇને સૌથી ઓછા સમયમાં બ્રાઈડલને તૈયાર કરી હતી.
થામણા ગામે હેતવી બ્યુટી પાર્લરના ક્રિષ્ના પ્રજાપતિ, ભકિત બ્યુટી પાર્લરના પુનિતા પટેલ, ઠાસરાના તૃપ્તિબને શાહ, ડાકોરના હિરણ ભાવસાર, નિખાર બ્યુટી પાર્લર સંયુકત રીતે પુનિતા પટેલ, 30 મિનિટમાં તૃતીય શાહે 45 મિનિટમાં જયારે હિરલ ભાવસારે 40 મિનિટમાં બ્રાઇડલ મેકઅપ કરીને વલ્ડ રેકોર્ડ કર્યા હતો. આમ નાના ગામ થામણા તથા ઉમરેઠ, ઠાસરા અને આણંદની બ્યુટીશીયનોએ 45 મિનિટમાં 1500થી વધુ બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટોએ નવવધુઓને ઇન્ડિયન બ્રાઇડલ લુક આપી ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવીને આણંદ જિલ્લાને ગૌરવ અપાયું છે.
આણંદ જિલ્લા બ્યુટીશયનોએ નવવધુઓ બ્રાઇડલ મેકઅપ લુક ભારે મહેનત કરી હતી
ક્રિષ્ના બ્યુટી પાર્લર ઠાસરાના તૃપ્તિ શાહે જણાવ્યું હતું કે,ઇન્ટિયન ટ્રેડ શોમાં ભાગ લેવા માટે આણંદ જિલ્લાના બ્રાઇડલ મેકઅપ આર્ટીસ્ટોએ બારે તૈયાર કરી હતી.નવવધુને ઇન્ડિયન લુક બ્રાઇડલ મેકઅપમા આપવાની સાથે ઓછી મિનિટોમાં તૈયાર કરી શકાય તે માટે આર્ટીસ્ટોએ રાતદિવસ મહેનત કરતાં હતા.તેઓએ બ્યુટી સલુન ઇન્ટર નેશનલ ટ્રેડ શોમાં વિદેશી આર્ટીસ્ટો વચ્ચે પણ માત્ર 45 મિનિટના ગાળામાં 1500 બ્રાઇડેલ મેકઅપ કરીને ગીનીસ બુકમાં નામ દરજ કરાવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.