ચરોતરમાં પાણી સ્ત્રોત ઉનાળા સારો જોવા મળે છે. હાલ આણંદ-ખેડા 60 ટકા વિસ્તારમાં પીવા સહિતના પાણીની કોઇ સમસ્યા નથી.તેમજ 45 ટકા તળાવો હજુ પણ 50 ટકાથી વધુ પાણી જથ્થો સંગ્રહીત જોવા મળે છે. પરંતુ આવનાર એક દાયકમાં જિલ્લામાં પાણીનો કોઇ સમસ્યા ન સર્જાય તેમજ જે વિસ્તારમાં પાણીના સ્ત્રોત ઓછા છે.
તેવા વિસ્તારમાં જળ સંચય વધે તેમાટે આણંદ -ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત હાથધરવામાં આવેલા જળ સંચય અભિયાનમાં જુદા જુદા વિભાગના1000થી વધુ કામો મુકવવામાં આવ્યા છે. જેમાં પાણીનો સ્ત્રોત વધે તે માટે વધુ ભાર મુકવવામાં આવ્યો છે. ચરોતરમાં સિંચાઇનું પાણી મળી રહે તે માટે દરેક તાલુકામાં 8 વધુ ખેત તલાવડી આગામી બે માસમી અંદર બનાવવામાં આવશે. તેમજ 45 વધુ તળાવો ઉંડા કરીને જળ સંગ્રહ શકિત વધારવામાં આવશે તેમજ દરેક તાલુકા ચેકડેમનું આયોજન હાથધરવામાં આવ્યું છે.
આણંદ-ખેડા જિલ્લાવહીવટી તંત્ર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત નાના-નાના ગામડાંઓની સાથે પાણીની જરૂરિયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા સંબંધિત વિસ્તારોમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઇ, કેનાલની સફાઇ, ખેત તલાવડી, ચેકડેમ રીપેરીંગ જેવા કામો સમયસર શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સુચના આપી છે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનાર 700થી વધુ કામો પૈકી કેટલાં કામો શરૂ થયા, કેટલાં કામો પૂરાં થયા, કેટલા કામો પ્રગતિમાં છે તેની વિગતવાર સમીક્ષા કરી હતી.
ગ્રામ્ય તળાવ ઉંડા કરીને જળસ્તર વધારાશે
આણંદ જિલ્લા પંચાયતના નાની સિંચાઇ વિભાગ હેઠળ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં 31 તળાવો લોકભાગીદારી થી ઉંડા કરવામાં આવનાર છે.દરેક તળાવ 3 થી 4 ફૂટ જેટલા ઉંડા કરીને માટીનો જથ્થો જરૂરીયાત વાળા ખેડૂતો કે સરકારી કામમાં વાપરવાનું આયોજન કરવામાં આવ્યું છે.દરેક તળાવમાં 100 એમએલટી પાણી ક્ષમતા વધારવામાં આવનાર છે. > મનોજ પરમાર, કાર્યપાલક ઇજનેર, નાની સિંચાઇ વિભાગ ,આણંદ
ચોમાસામાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા ખેત તલાવડી બનાવાશે
સિંચાઇ પાણી માટે ખેત તલાવડી બનાવાશેછેવાડા વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇનું પાણી મળી રહે તે માટે દરેક તાલુકમાં 8 થી વધુ ખેત તલાવડી બનાવશે.જેમાં ચોમાસા પડેલા વરસાદી પાણી જમીનમાં ઉતારીને જળ સ્તર વધારોમાં આવશે. તેમજ ખેતી માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે આણંદ અને ખેડા જિલ્લામાં 75 ખેત તલાવડી બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત ચેક ડેમ અને 45 તળાવ ઉંડા કરવાની કામગીરી હાથધરવામાં આવશે. આગામી બે માસમાં પૂર્ણ કરવામાં આવશે.
મનેરગા યોજના હેઠળ 45 તળાવો અને 31 કાંસના કામ હાથ ધરાશે
આણંદ જિલ્લા પંચાયત હસ્તકના મનરેગા વિભાગ દ્વારા જિલ્લામાં 45 તળાવો ઉંડા કરવાની કામગીરી હાથધરવામાં આવનાર છે. તેમજ જિલ્લામાં પસાર થતાં 31 કાંસોની સાફસફાઇ સહિત અન્ય કામો દ્વારા આગામી દોઢ માસમાં 2 લાખ માનવ રોજગારી ઉભી કરાશે. જિલ્લામાં હાલ મુખ્ય કાંસની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે.
નિયમીત જોબ કાર્ડ ધરાવતાં 30 હજારથી વધુ લોકોને ઉનાળામાં 100 દિવસનું કામ પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાત મુજબ કોઈ તાલુકામાંથી માંગણી આવે તો જે તે ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. - ઇમરાન કુરેશી, પ્રોગ્રામ ઓફિસર ,મનરેગા વિભાગ આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.