મતદાન જાગૃતિ:આણંદની 125થી વધારે શાળાઓ તેમજ 10 કોલેજોમાં મતદાન જાગૃતિ અર્થે વોકેથોન યોજાઈ, 9200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાની 125 કરતાં વધારે શાળાઓ તેમજ 10 જેટલી કોલેજોમાં મતદાન જાગૃતિ અર્થે વોકેથોન યોજાઈ હતી. જેમાં 9200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઇ મતદારોને મતદાન અવશ્ય કરવાનો સંદેશ આપ્યો હતો.

મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી લલીત પટેલ તેમજ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વયે સ્વીપ અંતર્ગત જિલ્લાની 125 કરતાં વધારે શાળાઓ તેમજ કોલેજોમાં વોકેથોન યોજાઈ હતી, જેમાં સબંધિત શાળા – કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓેએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિને લઈ જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ સક્રિય છે.અવનવા કાર્યક્રમો અને અયોજનો થકી મતદાતાને મતદાન નું મહત્વ સમજાવવા વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે. આ જાગૃતિના કાર્યક્રમોમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
​​​​​​​મહત્વનું છે વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનમાં વધુને વધુ મતદારો સહભાગી બની તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને આ બાબતે મતદારોમાં જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ સાથે આણંદ જિલ્લાની શાળા–કોલેજોમાં યોજાયેલી આ વોકેથોનમાં 125 કરતા વધારે શાળાઓના 8,000 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 10 કોલેજોના 1,200 જેટલા યુવાઓ મળી કુલ 9,200 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...