લૂંટવાનો ઉઘાડો પરવાનો?:આણંદ જિલ્લાના12 હજારથી વધુ સીએનજી રિક્ષાચાલકો અને 10 હજાર કરતાં પણ વધુ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CNGમાં 217 દિવસમાં 26.55નો વધારો

આણંદ જિલ્લામાં સીએનજીનો પુરવઠો પૂરો ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા મંગળવારે વધુ એક વાર સીએનજીના ભાવમાં રૂા 1 વધારો કરવાઆવ્યો છે. છેલ્લા આઠ માસમાં 27 રૂપિયાનો ધરખમ વધારો થતાં સામન્ય વર્ગ પર મોંઘવારીનો અસહ્ય માર પડશે.દેશમાં મોંઘવારી જાણે કે અટકવાનું નામ લઈ રહી નથી. પેટ્રોલ, ડિઝલ અને તેલના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે.

અસહ્ય ભાવ વધારાને કારણે મધ્યમવર્ગીય ગ્રાહકો પણ હવે ભાવ વધારાની જાળમાં ફસાઈ ગયા છે. આણંદ અને તેની આસપાસના વિસ્તારમાં સીએનજીનો પુરવઠો સપ્લાય કરતી ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા મંગળવાર મધ્ય રાત થી ભાવમાં રૂ.1 નો વધારો ઝીંકી દેતા ગેસનો ભાવ રૂ.81.00પર પહોંચી ગયો છે. મહત્વની વાત છે કે, સીએનજી કંપની દ્વારા આ રીતે ભાવ વધારો ચાલુ રખાશે પેટ્રોલની જેમ સીએનજી પણ રૂ.100ની પાર પહોંચવાની સંભાવના છે.

આણંદ જિલ્લામાં વાહન ચાલકોને સીએનજી ગેસ સતત વધી રહેલા ભાવને કારણે તેની અસર બજાર પર વર્તાઇ રહી છે. જેના કારણે આણંદ જિલ્લાના 12 હજારથી વધુ સીએનજી રીક્ષાચાલકો સહિત વાહનચાલકો ભારણ વધી ગયું છે. સતત વધતાં ભાવને કારણે મુસાફરો પણ રીક્ષા ભાડે કરવાનું ટાડી રહ્યાં છે. જેના કારણે આવક સતત ઘટતી જાય છે.

ચરોતર સહકારી ગેસ મંડળી દ્વારા હાલમાં અન્ય કંપનીમાંથી ગેસ પુરવઠો લાવવા માટેની તૈયારીઅો ચાલી રહી છે. 11 સ્ટેશનો ઉપર પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે તે માટે મંડળીના પ્રમુખ સહિતના હોદ્દેદારો વિવિધ કંપનીઓ સાથે વાતચીત કરી ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ કરી પૂરતો ગેસ આપવામાં આવશે તેમ પ્રવક્તા દ્વારા જણાવાયું છે.

સરકાર આ કંપનીઓ પર નિયંત્રણ લગાવે તે જરૂરી
સીએનજીના ભાવમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે અસહ્ય છે. છેલ્લા એક વર્ષમાં રૂ.29 અને વર્ષ 2022 ના પાંચ મહિનામાં ચાર વાર ભાવ વધારો થતા મોંઘવારી કાબુ બહાર જતી રહી છે. પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ પર થાય છે, જેના કારણે સીધે સીધી મોંઘવારી પણ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...