તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:આણંદ જિલ્‍લા પંચાયતની અને આઠ તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીમાં 12 લાખથી વધુ મતદારો

આણંદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ આણંદ ગ્રામ્યમાં 2.62 લાખ મતદાર
 • સૌથી ઓછા સોજિત્રા તા.પં.માં 64 હજાર 731 મતદાન

આણંદ જિલ્‍લામાં જિલ્‍લા પંચાયતની અને આઠ તાલુકા પંચાયતો આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુરની સામાન્‍ય ચૂંટણીમાં મતદાન માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ વિગતો અનુસાર આણંદ જિલ્‍લા પંચાયતમાં 6 લાખ 28 હજાર 851 પુરુષ, 5 લાખ 86 હજાર 876 સ્‍ત્રી અને 12 અન્‍ય જાતિના મળી કુલ 12 લાખ15 હજાર કરતા વધુ મતદારોનો સમાવેશ થાય છે.

આણંદ જિલ્‍લાની આઠ તાલુકા પંચાયતો આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુરની યોજાનાર સામાન્‍ય ચૂંટણી માટે નોંધાયેલ મતદારોની વિગતો જોઇએ તો આણંદ(ગ્રામ્‍ય) તાલુકામાં સૌથી વધુ 2,61,976 મતદારો નોંધાયો છે. જેમાં 1,34,245 પુરૂષ, 1,27,737 સ્‍ત્રી અને 4 અન્‍ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જયારે સૌથી ઓછા મતદારો સોજિત્રા તાલુકામાં નોંધાય છે જેમાં 33,661 પુરુષ , 31,069 સ્‍ત્રી અને 1 અન્‍ય જાતિના મતદારનો સમાવેશ થાય છે.

આજ રીતે અન્‍ય તાલુકાની વિગતો જોઇએ તો ઉમરેઠ તાલુકા પંચાયતમાં 64,504 પુરૂષ, 61,452 સ્‍ત્રી અને અન્‍ય જાતિના ૦૨ મતદારો, બોરસદ તાલુકા પંચાયતમાં 1,31,751 પુરૂષ અને 1,21,118 સ્‍ત્રી મતદારો, આંકલાવ તાલુકા પંચાયતમાં 51,001 પુરૂષ અને 48,049 સ્‍ત્રી મતદારો, પેટલાદ તાલુકા પંચાયતમાં 95,021 પુરૂષ, 89,288 સ્‍ત્રી અને 5 અન્‍ય જાતિના મતદારો, ખંભાત તાલુકા પંચાયતમાં 84,846 પુરૂષ અને 74,433 સ્‍ત્રી મતદારો અને તારાપુર તાલુકા પંચાયતમાં 36,822 પુરૂષ અને 33,730 સ્‍ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જયારે બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર તાલુકામાં અન્‍ય જાતિના એકપણ મતદાર નોંધાયેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો