• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • More Than 11000 Pass Holders Of Charotar Will Now Be Able To Upgrade To Ahmedabad, Vadodara, Ankleshwar Train On Monthly Pass Again.

711 દિવસ બાદ:ચરોતરના 11000થી વધુ પાસધારકો હવે ફરી માસિક પાસ પર અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર ટ્રેનમાં અપડાઉન કરી શકશે

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 માર્ચ 2020એ કોરોના સંક્રમણ અટકાવવા ટ્રેન સેવા બંધ થઇ
  • 12 નવેમ્બર 2021ના માત્ર રિઝર્વેશન સાથે ટ્રેન સેવા શરૂ થઇ હતી
  • કોરોના કાળમાં રેલવેએ સિઝન ટિકિટ બંધ કરતાં અપડાઉન કરતાં નોકરીયાત વર્ગનો મુસાફરી ખર્ચ પાંચ ગણો થઈ ગયો હતો
  • ગુરુવારથી 50 ટ્રેનમાં માસિક પાસ પુનઃ શરૂ કરાતાં અપડાઉન શક્ય

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 25મી માર્ચ 2020થી રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. 12 નવેમ્બર 2021માં પુનઃ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. પરંતુ તેમાં સિઝન પાસ ધારકોને મંજૂરી આપવામાં આવી ન હતી. તેના કારણે આણંદ, નડિયાદ, મહેમદાવાદથી અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત વચ્ચે અપડાઉન કરીને નોકરી કરતાં હજારો સિઝન પાસધારકોને ટ્રેનમાં અપડાઉનનો લાભ મળતો ન હતો.

1 હજારથી વધુ મુસાફરો સિઝન પાસ થકી અપડાઉન કરતા
જેથી ટુંકા પગારમાં નોકરી કરતાં નોકરીયાત વર્ગને નોકરી છોડવાનો અને છુટક ફેરી ફરતાં વેપારીઓને વેપાર ધંધા બંધ કરવાનો વખત આવ્યો હતો. પશ્વિમ રેલવે દ્વારા ગુરૂવારથી 50 ટ્રેનો સહિત લોકલ, મેમુ અને ડેમુ ટ્રેનમાં સિઝન પાસને મંજૂરી અપાતાં નોકરીયાત વર્ગમાં ખૂશી વ્યાપી ગઇ છે. પહેલાં આણંદ અને નડિયાદથી અમદાવાદ, વડોદરા, સુરત સુધી 11 હજારથી વધુ મુસાફરો સિઝન પાસ થકી અપડાઉન નોકરી ધંધા પર જતા હતા.

50 વધુ ટ્રેનો ​​​​​​​સિઝન પાસધારકોને ગુરુવારથી મુસાફરી છૂટ
કોરોના કાળમાં સિઝન પાસ બંધ કરતાં કેટલાય નોકરીયાતને ખાનગી વાહનોના ભાડા પોસાય તેમ ન હતા. પગાર કરતાં ભાડા વધી જતાં હતા. તેથી નોકરી ગુમાવવાનો વખત આવ્યો હતો. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા 50 વધુ ટ્રેનો સિઝન પાસધારકોને ગુરુવારથી મુસાફરી છૂટ આપવામાં આવી છે જેને લઇને આનંદ વ્યાપી ગયો છે.

આણંદ-નડિયાદના રેલવે સ્ટેશન પરથી દૈનિક 200 સિઝન પાસ નીકળતાં હતા
આણંદ-નડિયાદથી અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત વચ્ચે અપડાઉન કરતાં નોકરીયાત વર્ગ દ્વારા બંને સ્ટેશન પર 200થી વધુ દૈનિક પાસ નીકળતા હતા.જેના કારણે રેલવે વિભાગને નોંધનીય આવક થતી હતી. બીજી તરફ અપડાઉન કરનારાઓને ઓછા ખર્ચે મુસાફરીનો લાભ મળતો હતો. પરંતું 711 દિવસથી સિઝન પાસ બંધ હોવાથી ખાનગી વાહન કે એસ.ટી.માં અપડાઉન કરતાં નોકરીયાતો અને નાના વેપારીઓ આર્થિક બોજ સહન કરતા હતા.​​​​​​​ગુરૂવારથી રેલવેએ પુનઃસિઝન ટિકિટ શરૂ કરતાં હવે ફરી અપડાઉન સરળ બનશે. જો કે, રેલવેએ સિઝન પાસ શરૂ કર્યા હોવાની દરેક મુસાફરોને જાણ ન હોવાથી પ્રથમ દિવસે પાસ નહિંવત નીકળ્યાં હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું.

ખાનગી વાહનમાં 3 થી 4 હજાર ખર્ચ થતો
આણંદથી નડિયાદ,અમદાવાદ વચ્ચે 3 હજાર અને વડોદરાથી સુરત વચ્ચે 2 હજારથી વધુ નોકરીયાત વેપારી વર્ગ અપડાઉન કરતો હતો. કોરોનાના કારણે સિઝન પાસ બંધ કરતાં તેઓને ખાનગી વાહનોમાં 3 થી 4 હજાર માસિક ખર્ચ કરીને અવરજવર કરવી પડતી હતી. ખાસ કરીને સુરત સાડીઓ ડ્રેસ,ચાદર વગેરે લાવીને ફેરી ફરતાં 500થી વધુ લોકોને તેની માઠી અસર થઇ હતી.હવે સિઝન પાસ ગુરુવારથી શૂરૂ કરવામાં આવતાં અપડાઉન સસ્તુ થતાં તેઓ પુનઃ ધંધા રોજગારમાં જોતરાશે. - વિમલભાઇ પટેલ, સિઝન પાસધારક,આણંદ

અન્ય સમાચારો પણ છે...