સામાન્ય સભા:પેટલાદ પાલિકાની સભામાં ગણતરીની મિનિટોમાં 11 કરોડથી વધુના કામો મંજૂર

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં વિપક્ષની કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવી ન હોવાનો ગણગણાટ

પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર સંજય રામાનુજની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં એજન્ડાના 18 કામો પૈકી એક કામ મુલતવી રખાતા પ્રમુખ સ્થાનેથી બે કામો લેવાતા તમામ 19 વિકાસ અને વહીવટી કામો અંદાજિત રૂ,11 કરોડ ઉપરાંતના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

જોકે સત્તા પક્ષ દ્વારા ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાઈ હતી અને વિપક્ષની કોઈ વાત સાંભળવામાં આવી નથી હોવાનું જોવા મળ્યું હતું. પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા શનિવારેપાલિકાના સભાખંડમાં સાંજે મળી હતી.

આ ઉપરાંત પેટલાદ નગરપાલિકાને સને 2021-22, સનેતથા સને 2022-23 ની જુદાજુદા સદર હેઠળ રૂ. 9 કરોડની ગ્રાન્ટની રકમમાંથી વિકાસના કામો નક્કી કરાયા હતા જેમાં અગાઉ 1.50 કરોડની વહીવટી મંજૂરી આવેલ છે જ્યારે અન્ય કામોમાં મુખ્યત્વે બાવડી ઓકટ્રોય નાકા પાસે નવું ફાયર સ્ટેશન બનાવવું, વારીગૃહમાં સીસી રોડ, બુલાખી મિલની ચાલીની બાજુમાં ગાર્ડન બનાવવું, ચાવડી બજારથી રણછોડજી મંદિર તરફ સ્ટ્રોમ વોટર ડ્રેઈન બનાવવાનું કામ, બોડીકુવા વિસ્તારમાં કાર્પેટ સિલકોટ રોડ, બોડીકુવા વિસ્તારમાં પાણીની સમસ્યાનો નિવારવાનું કામ જ્યારે ૧૫ માં નાણાં પંચની ટાઈડ તથા અનટાઈડ સદર હેઠળની ગ્રાન્ટની રકમમાંથી રૂ. 2 કરોડના વિકાસના કામો હાથ ધરાશે.

આ ઉપરાંત સરકારના નિયમ અનુસાર50% સફાઈ કામદારોની ભરતી કરેલ કર્મચારીઓને નિમણૂંક આપવાનો કામ, પાલિકા સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું કામ, શહેરમાં આવેલ પૌરાણિક વાવોનું જરૂરી મરામતના કામ મંજુર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...