ક્ષયરોગ:જિલ્લામાં છેલ્લા 9 માસમાં કોરોના કરતાં ટી.બી.થી વધુ મોત

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કારણે માત્ર 32ની સામે ટી.બી.ના રોગથી 230 વ્યક્તિઓના મોત થયા

આણંદ જિલ્લામાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 9660 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે 2021માં જાન્યુઆરીથી લઇને સપ્ટેમ્બર માસ સુધીમાં 6460 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન સરકારી ચોપડે કોરોનાથી 32 મોત નોંધાયા છે.તેની સામે ટી.બી. વધુ ખતરનાક અને જીવલેણ સાબિત થયો છે. 2021માં જાન્યુઆરીથી લઇને 7123 શંકાસ્પદ ક્ષયના લક્ષણો ધરાવતા દર્દીઓના ટાર્ગેટ સામે 5269 દર્દીઓને તપાસમાં આવતાં 4069 ક્ષયના લક્ષણો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાંથી 1020 દર્દીઓન ગંભીર અસર જણાઇ આવી હતી.તેમાંથી 230ના મોત નિપજયા છે.

આમ કોરોના કરતાં 7 ઘણા મોત 9 માસમાં થયા હતા.જેના કારણે આરોગ્ય વિભાગ સહિત સૌ કોઇ ચોકી ઉઠયા હતા. જો કે રાજકીય પક્ષો સહિત સૌ કોઇ કોરોનાની બમુરાણ મચાવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષમાં કોરોના કરતાં વધુ ઘાતક બનેલા ક્ષયરોગ તરફ કોઇ ધ્યાન ન હતું. જો કે તંત્રએ કોરોનામાં આંકડીય રમત રમીને લોકોને ગુમરાહ કર્યા છે.તેવી રીતે ટી.બી.ના આંકડા છુપાવ્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં 5 વર્ષ અગાઉ ક્ષયના દર્દી ઘણા ઓછા હતા.તેની સામે 2000 આસપાસ કેસ નોંધાતાં હતા.તેની સામે છેલ્લા બે વર્ષથી ક્ષયના દર્દીઓમાં 40 ટકાનો વધારો થયો છે. તેમાંય કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોના ફેફસા ખરાબ થઇ ગયા હોવાથી તેઓને ટી.બી . બિમારીમાં જકડાઇ રહ્યાં છે.તેને ધ્યાને લઇ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આદેશ આપીને ક્ષયને કાબુ લેવા જણાવ્યું હતું તેઓને 2025 સુધીમાં ક્ષય મુકત દેશ બનાવવા માટે અપીલ કરી હતી.જેને લઇને આણંદ જિલ્લા વહીવટી તંત્રઅને આરોગ્ય વિભાગ ટીમો ક્ષય નાબુદ કરવા માટે કામ લાગી છે.

હાલમાં 25 વધુ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવ્યો છે. તેમાં ચોંકવનાર આંકડા બહાર આવ્યા છે. જેમાં કોરોના કરતાં વધુ મોત તો ક્ષયની બિમારી થવા પામ્યા છે. ત્યારે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ક્ષય નાબુદી માટે સ્પેશીયલ ઝુંબેશ હાથધરીને લોકોમાં જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

“ ટી.બી. હારેગા દેશ જીતેગા” બેનર હેઠળ વિવિધ કાર્યક્રમો
વડાપ્રધાને 2025 સુધીમાં દેશમાંથી ટી.બી. નાબુદ કરવા આદેશ કર્યો છે.જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં રાષ્ટ્રિય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટી.બી. હારેગા દેશ જીતેગા બેનર હેઠળ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે. ગ્રામજનોમાં ટી.બી. રોગના લક્ષણો અને સારવારની જાગૃતિ લાવવા માટે 10 હજાર તમામ ગામોમાં છેવાડાના ઘર સુધી પહોંચાડવામાં આવશે.> ડો. આર.આર. ફુલમાલી,જિલ્લા ક્ષય અધિકારી, આણંદ

જિલ્લાવાર ટી.બી.થી મોતની ટકાવારી

તાલુકોમોતટકાવારી
આણંદ606.6
આંકલાવ2310
બોરસદ516.07
ખંભાત319.02
પેટલાદ287.02
સોજીત્રા55.03
તારાપુર78.05
ઉમરેઠ2510
કુલ2307.05
અન્ય સમાચારો પણ છે...