અકસ્માત:ડાલી નજીક મોપેડ-બાઈક વચ્ચે અકસ્માત : એકમોત

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોજિત્રા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બોરસદ તાલુકાના ડાલી ગામની સીમમાં શનિવારે રાત્રે મોપેડ અને બાઈક બંને સામ-સામે અથડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ચારને ઈજા પહોંચી હતી. આ મામલે સોજિત્રા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સોજિત્રા તાલુકાના પલોલ ગામે સોહિલકુમાર ઉર્ફ ભગત પૂજાભાઈ પટેલ રહે છ. તેઓ તેમનું મોપડ લઈ તેમના મિત્ર હર્ષલ અનિલ પટેલ, મેહુલ રમેશ પરમાર મળી સોિજત્રા મોટી ચોકડીએ ખીમો ખાવા માટે ગયા હતા. દરમિયાન તેઓ ખીમો ખાઈને પરત આવી રહ્યા હતા. એ સમયે ડાલી ગામની સીમમાં તેમનું મોપેડ સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક સાથે અથડાયું હતું. જેને કારણે મોપેડ પર સવાર તથા બાઈક પર સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકી હર્ષલકુમારને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સોજિત્રા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...