વાનરનો આતંક:વિદ્યાનગર મોટા બજાર વિસ્તારમાં વાનરનો આતંક : 4ને બચકાં ભર્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગની ટીમોએ વાનરને પકડવા પાંજરૂ ગોઠવ્યું

વિદ્યાનગર મોટા બજાર સોસાયટી વિસ્તારમાં વાનરે આતંક મચાવી ચાર વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બાબતે સ્થાનિક રહીશોએ વન વિભાગને જાણ કરતા ટીમોએ સ્થળ પર પહોંચી જઈને વાનરને પકડી લેવા માટે પાંજરુ ગોઠવ્યું હતું. વાંદરો લોકોના ઘરોમાં ઘુસી હુમલો કરતો હોવાથી લોકો ભયભીત થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર મોટા બજાર શ્રમજીવી સોસાયટી, ગીતા બંગલો, કામ્યા હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, મિલન સ્મૃતિ સહિત આજુબાજુની સોસાયટી વિસ્તારમાં વાનરનો આતંક વધી ગયો છે. જેમાં એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચડતા 6 ટાંકા આવ્યા હતા. તેમજ અન્ય 3 વ્યકિતઓને બચકા ભરી ઈજાઓ પહોંચાડી છે. આ અંગે આણંદ વન વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આથી વન વિભાગે ટીમો બનાવી વાનરને પકડી પાડવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...