તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મોગરના યુવકે વાસદ પાસે મહીમાં પડતું મુકી આપઘાત, મૃતકના એક વર્ષ પહેલા જ છુટાછેડા થયા હતા

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વાસદ-ફાજલપુર વચ્ચે મહીસાગર નદીના જૂના બ્રીજ ઉપર સાંજે બાઇક લઇને આવેલા યુવકે મોટર સાયકલને બ્રિજ પર પાર્ક કરી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરનાર યુવકના એક વર્ષ પહેલાં જ છુટાછેડા થયા હતા. આણંદ તાલુકાના મોગર ગામની સીમમાં આવેલા બાપા સીતારામ મઢુલી પાછળ રહેતા 24 વર્ષિય રણજીતસિંહ મહેશભાઈ સોલંકી નામનો યુવક મંગળવારે સાંજના અરસામાં વાસદના મહીસાગર નદીના થાંભલા નંબર-4 આગળ પોતાનું બાઇક પાર્ક કરીને તરત જ પુલ પરથી નદીમાં છલાંગ લગાવી હતી.

આ બનાવની જાણ ફાજલપુરના સરપંચ દ્વારા નંદેશરી અને વાસદ પોલીસને કરવામાં આવતા બંને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં તરવૈયાઓની મદદથી નદીમાં તપાસ હાથ ધરી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ લાશ મળી આવતાં બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, મરનાર યુવકના લગ્ન થયા હતા પરંતુ એક વર્ષ અગાઉ છુટાછેડા થઇ ગયા હતા. આપઘાત કરનાર રણજીતસિંહ સોલંકી સારસા ગામે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં નોકરી કરતો હતો. જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરાતા પરીવારજનો પણ ફાજલપુર ખાતે દોડી ગયા હતા. હાલમાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી તેમજ અકસ્માતે મોતની નોંધ કરી આપઘાતનુ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...