તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો:મોબાઈલના વેચાણમાં દોઢ વર્ષમાં 100 ટકાનો ઊછાળો

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓનલાઈન શિક્ષણમાં મોબાઈલ જ ‘શિક્ષક’
  • હવે મોબાઈલ જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે

કોરોના સંક્રમણને લઈને શાળા-કોલેજો છેલ્લાં બે વર્ષથી બંધ છે. જોકે, શૈક્ષણિક કાર્યને અસર પડે નહીં તે હેતુસર મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે છે. જેને પગલે છેલ્લાં દોઢ બે વર્ષમાં મોબાઈલના વેચાણમાં છેલ્લાં પાંચ વર્ષમાં જોવા ન મળ્યો હોય તેટલો ઊછાળો જોવા મળ્યો છે. આણંદ શહેરમાં જ મોબાઈલની નાની-મોટી મળી 50થી વધુ મોબાઈલની દુકાનો આવેલી છે. જેમાં મોબાઈલ વેચાણ ઉપરાંત, તેની એસેસરીઝ તથા રીપેરીંગની કામગીરી કરવામાં આવતી હોય છે. છેલ્લાં બે દાયકામાં મોબાઈલનો વપરાશ વધ્યો એ પછી છેલ્લાં એક દાયકામાં સ્માર્ટ ફોનનો સરેરાશ વ્યક્તિએ વપરાશ વધ્યો છે.

પરંતુ ગત વર્ષે કોવિડ 19 અને તેના સંક્રમણને પગલે સરકાર દ્વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ શાળાઓ ન ખૂલતાં અને સરકાર દ્વારા ફરજીયાતપણે ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકવામાં આવતા એક સમયે લક્ઝરીયુસ આઈટમ તરીકે ગણાતા મોબાઈલે આખરે જરૂરીયાતની વસ્તુ બની ગઈ હોવાનું જણાવતા સારેગામા મોબાઈલના માલિક સાગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ દ્વાર યુટ્યુબ પર વિડિયો અપલોડ કરવાથી લઈને હવે ઝૂમ સહિતની એપ્લીકેશન પર ઓનલાઈન ભણાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જેને પગલે ફરજીયાતપણે સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. છેલ્લાં દોઢ વર્ષમાં જ એકાએક 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હવે મોટાભાગના લોકો માટે માત્ર મોબાઈલ એ લક્ઝૂરીયસ આઈટમ નહીં, પણ જરૂરીયાત બની ગઈ છે. એક જ ઘરમાં ત્રણ સભ્યો વચ્ચે ચાર મોબાઈલ હોય તેવા કિસ્સા પણ છે. આ ઉપરાંત માત્ર મોબાઈલ જ નહીં, પણ ટેબ્લેટની પણ એટલી જ ડિમાન્ડ હોય છે. પ્રતિદિન દસથી વધુ સ્માર્ટ ફોન વેચાતા હોય છે.

મોબાઈલને પગલે હવે ટીવીનો વપરાશ ઘટ્યો છે
એક સમયે મોટાભાગે દરેક ટીવીનો સરેરાશ વપરાશ જોવા મળતો હતો. પરંતુ છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન ભણવાનું પણ મોબાઈલ પર થતાં મોટાભાગના બાળકોમાં ટીવીનો ક્રેઝ ઓછો જોવા મળી રહ્યો છે. મોબાઈલમાં જેવો અભ્યાસ પૂરો થાય એ પછી તેઓ મોબાઈલમાં જ અન્ય એપ્લીકેશનમાં રચ્યા પચ્યા રહે છે.- અલ્પેશ સી. પટેલ, વાલી

અન્ય સમાચારો પણ છે...