તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોર્નોગ્રાફીની શંકાએ ત્રણના મોબાઈલ પોલીસે કબજે લીધા

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ

આણંદ શહેરમાં રહેતા ત્રણ યુવકોના મોબાઈલ આણંદ એસઓજીએ બાતમીના આધારે કબ્જે લીધા હતા. હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં તેમના મોબાઈલમાંથી કંઈ વાંધાજનક મળી આવ્યું નથી. પરંતુ પોલીસે હાલમાં ત્રણેયના ફોન કબ્જે લઈ તપાસ અર્થે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં મોકલી આપ્યા છે.

આ અગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ એસઓજીએ મોટા અડધ સ્થિત ટાવર બજાર ખાતેની ત્રિકમજીની ખડકી ખાતે રહેતા વિપીન ચાંદકિશન વર્માનો, નૂતનનગર સ્થિત મીશન સોસાયટીમાં રહેતા ફૈઝલ રફીક મેમણ અને ઓવરબ્રિજ ખાટકીવાડ ખાતેની અબરાર કોલોનીમાં રહેતા યાસીન એઝાઝ વ્હોરાના મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યા હતા. હાલમાં પોલીસે ત્રણેયની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટીનએજ યુવકોમાં પોર્નોગ્રાફીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...