• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Mobile Of Home Guard Stolen In Pajj Village Of Petlad, Gathia Took Advantage Of The Crowd To Smash The Mobile During The Installation Of The Film Actress.

ચોરી:પેટલાદના પાળજ ગામમાં હોમગાર્ડનો મોબાઈલ ચોરાયો, ફિલ્મ અભિનેત્રીના બંદોબસ્ત દરમિયાન ભીડનો લાભ લઈ ગઠિયાએ મોબાઈલ તફડાવી લીધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના પાળજ ગામે વહાણવટી માતાના મંદિરે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડ જવાનનો મોબાઇલ કોઇ ગઠિયો ભીડનો લાભ લઇ ચોરી કરી ગયો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોરસદના કઠાણા ગામે રહેતા જગદીશભાઈ મણીભાઈ સોલંકી હોમગાર્ડ તરીકે કઠાણા યુનિટમાં ફરજ બજાવે છે. 2જી ઓક્ટોબર,22ના રોજ નવરાત્રીના તહેવારમાં રાત્રિના પાળજ ગામે ગુજરાતી ફિલ્મ કલાકાર મમતા સોની આવતા બંદોબસ્ત માટે જગદીશ સોલંકીને મોકલવામાં આવ્યાં હતાં. તેઓ વહાણવટી માતાના મંદિરના ચોક આગળ બંદોબસ્તમાં હતાં તે વખતે બહુ ભીડ હતી. આ સમયે રાત્રિના આશરે અગિયારેક વાગ્યાથી પોણા બારેક વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ ઇસમે જગદીશભાઈના પેન્ટના ખીસ્સામાંથી મોબાઇલ કિંમત રૂ.14 હજારની ઉઠાંતરી કરી હતી. આ અંગેનો ખ્યાલ આવતા શોધખોળ કરી હતી. પરંતુ કોઇ સગડ મળ્યાં નહતાં. આખરે આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...