વિરોધ:આણંદ જિલ્લામાં મનરેગાના કર્મીઓ આજથી હડતાલ પર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DDOને આવેદન આપી રજૂઆત

આણંદ જિલ્લામાં મનરેગા યોજાના હેઠલ કામ કરતાં કર્મચારીને પગાર વધારા અને સરકારી લાભ સહિતની પડતર માંગણીઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.તેમજ મંગળવારથી સામુહિક હડતાલ પર ઉતરીને વિરોધ નોંધાવવામાં આવશે. તેમજ કર્મચારી મંડળના આગેવાનોએ જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં મનરેગા યોજના કર્માચારીઓ છેલ્લા કેટલાંક સમયથી સમાન કામ સમાન વેતન સહિત પડતર માંગણીઓ અંગે વારંવાર જિલ્લા પંચાયત સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં ઉકેલ આવતાં નથી. જેના કારણે મનરેગા કર્મચારીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી મનરેગા કર્મચારીએ સોમવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. મંગળવારથી સામુહિક મનરેગા કર્મચારીઓ હડતાલ ઉતરશે. તેમજ જયાં સુધી માંગણી નહીં સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...